રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોનો રોષ: મૃતકની બેને કહ્યું- સરકારને શરમ નથી, લાજવાને બદલે ગાજે છે

Rajkot Bandh: ગુજરાતના રાજકોટ અગ્નિકાંડને આજે મંગળવારે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જેની આશિંક અસર સવારથી જ જોવા મળી રહી છે. બંધના એલાનમાં પગલે વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના(Rajkot Bandh) તમામ મોટા નેતાઓ રાજકોટમાં પહોંચ્યા છે. કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો રસ્તા પર સુઈ ગયા હતા.તો બીજી તરફ મૃતકોના સ્વજને પણ ન્યાયની માંગ કરતા પોલીસે તેની સાથે પણ અમાનવીય વર્તન કર્યું હતું.

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા
રાજકોટ દુર્ઘટનાની આજે પ્રથમ માસિક પુષ્ણતિથિ નિમિતે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે રાજકોટના વેપારીઓએ પોત-પોતાની દુકાનો બંધ રાખી છે. આ બંધના એલાનને મોટાભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે. તો કોંગ્રેસના નેતાઓ પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટના રસ્તા પર ઉતર્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો પણ ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે.

મૃતકોના સ્વજનો સાથે પોલીસનું અમાનવીય વર્તન
કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી. બંધના એલાનના પગેલ રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસયુઆઈના કાર્યકરો શાળાઓ પર પહોંચી રહ્યા છે અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. આથી પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.તો બીજી તરફ જે લોકોના ઘરના સ્વજનો આ અગ્નિકાંડમાં હોમાય ગયા છે તે લોકોના પરિવારના સભ્યો પણ ન્યાયની માંગ કરવા રસ્તા પર ઉતર્યા છે,ત્યારે પોલીસે તેની સાથે અમાનવીય વર્તન કરીને ટીંગાટોળી કરી હતી.

સરકાર પર વિશ્વાસ નથી…
આ ઘટના જોયા બાદ લોકોએ આક્ષેપો કર્યા છે કે, હવે આમ કઈ રીતે વિશ્વાસ કરવો કે, સરકાર ન્યાય અપાવશે. કારણકે આ અગ્નિકાંડમાં માત્ર નામની કાગળ પર કાર્યવાહી કરવામાં આવૈ છે. બાકી બધાંયને ખબર જ છે કે મોટી માછલી મસ્ત ખુલ્લે આમ તરતી જોવા મળી રહી છે.ત્યારે મૃતકોના ભાઈ બહેન તેમજ પરિવારે આક્ષેપો કર્યા છે કે, આ ગુજરાત સરકાર બેદરકાર કહેવાય કે, એને શરમ જેવું આવતું નથી.

આવી સરકાર બનવી જ ન જોઇએ,જનતાને નથી જોઇતી આવી સરકાર.કારણકે જો આવીને આવી સરકાર રહેશે તો લોકો આમ જ મરતા રહેશે અને અમારું જીવવાનું તાનાશાહી જેવું થઈ જશે.કારણકે અગ્નિકાંડ થયો…તક્ષશિલાકાંડ થયો…વડોદરા હરણીકાંડ થયો…મોરબીકાંડ થયો… ક્યાં આરોપીઓને સજા આપી છે. કારણકે આ બધા કાંડમાં સરકારના મળતિયા તેમજ અધિકારીઓ પણ સામેલ છે જેના પરિણામ સામાન્ય પ્રજાએ ભોગવવા પડે છે.

ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા મૃતકોના પરિવારજનો
આ દરમિયાન રાજકોટ ખાતે “ન્યાય આપો..ન્યાય આપો પીડિત પરિવારને ન્યાય આપો”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પીડિત પરિવારની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલી બહેનને ન્યાય મળે તે માટે રસ્તા પર ઉતરેલા અને વિરોધ કરી રહેલા ભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવકની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી છે.