Sweden School Firing: સ્વીડનના વ્યસ્કોમાં એક સ્કૂલમાં મંગળવારના રોજ ગોળીબારથી 10 લોકોના મૃત્યુ થઈ ગયા છે. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. સ્થાનિક સમાચાર (Sweden School Firing) પત્રના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 1:00 વાગ્યે રાજધાની સ્ટોકહોમથી 200 કિલોમીટર પશ્ચિમ તરફ આવેલા શહેર ઓરેબ્રોના રિસબર્ગસ્કા સ્કૂલમાં ગોળીબારી થઈ હતી. આ ઘટના એવા સમયે થઈ હતી જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શાળામાં હાજર હતા.
પોલીસે જણાવ્યું હતું કે પોલીસ મૃતકોની ઓળખ કરી રહી છે. હુમલાખોરોનું મકસદ જાણી રહ્યા છે, હાલ તો એવું નથી લાગી રહ્યું કે આ ઘટના આતંકવાદી ઘટના હશે. ઘાયલોની સંખ્યા પણ વધી રહી છે. હાલમાં ખતરો ટળ્યો નથી એટલા માટે એવા લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક સમાચારો અનુસાર આ હુમલાખોરો મૂળ સીરીયાના હતા. જોકે આ વાતની અધિકારી ઘોષણા કરવામાં આવી નથી.
યુકેના સમાચાર પત્રોના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં 31 જગ્યાએ વિસ્ફોટ થયા હતા. આ ઉપરાંત કુરાન સળગાવી દુનિયાભરમાં ચર્ચિત થયેલા સલવાનની પણ હત્યા કરવામાં આવી હતી.
સ્ટોક હોમમાં હિંસાના કેસ વધ્યા, બગદાદ સાથે તુલના
રિપોર્ટ અનુસાર ધમાકા થયા બાદ સ્ટોકહોમમાં દહેશત એટલી હદે વધી ગઈ છે કે તેની તુલના બગદાદ સાથે થવા લાગી છે. હવે ભાડે ઘર આપતા લોકો પણ જાહેરાતમાં એવું લખાણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં હજુ સુધી કોઈ વિસ્ફોટની ઘટના બની નથી.
લોકો માટે હવે બોમ્બ વિસ્ફોટની ઘટના સામાન્ય થઈ ગઈ છે. સ્વીડીશ રિસર્ચરએ જણાવ્યું કે દેશની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. સ્વીડન જે હેપીનેસ ઇન્ડેક્સમાં ટોપ ઉપર રહેતો હતો, હવે ત્યાં રોડ પર હિંસાની ઘટના સામાન્ય થઈ ચૂકી છે.
આ સાથે જ સ્વીડનના પ્રધાનમંત્રીએ આ ઘટનાને ઇતિહાસની સૌથી દુઃખદ ઘટના ગણાવી છે. પોલીસે જાણકારી આપી છે કે આ ઘટનામાં ગોળીબાર કરનાર 2 લોકોને પોલીસે ઠાર કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App