ફરી એકવાર વિદેશમાં ફાયરિંગની ઘટના સામે અવી છે. અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ યથાવત જ રહી છે. લાગી રહ્યું છે કે, ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટના તારીખ 27 માર્ચને સોમવારના રોજ સામે આવી છે.
સોમવારે બનેલી આ ફાયરિંગની ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના કરુણ મોત થયા છે. ત્યારે ઘણા લોકો આ ઘટનામાં ખુબજ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અમેરિકાના ટેનેસીના નેશવિલેમાં આવેલી ક્રિશ્ચિયન સ્કૂલની અંદર રેપિડ ફાયરિંગની આ ઘટના બની હતી.
આ ઘટનાને 28 વર્ષની યુવતીએ અંજામ આપ્યો છે. પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ બાદ બાળકોના મૃતદેહોને સ્થાનિક વેન્ડરબિલ્ટની મોનરો કેરેલ જુનિયર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને 28 વર્ષની એક યુવતીએ અંજામ આપ્યો છે. હાલ પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર કરી છે. જણાવા મળી રહ્યું છે કે, ફાયરિંગ થયા બાદ બાળકોના મૃતદેહોને સ્થાનિક વેન્ડરબિલ્ટની મોનરો કેરેલ જુનિયર ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
હોસ્પિટલના પ્રવક્તા જ્હોન હાઉસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ ડોક્ટરે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ સિવાય વધુ 4 લોકોના કરુણ મોત થયા છે. મળેલી માહિતી અનુસાર ક્રિશ્ચિયન સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની તેમાં કુલ 200 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.
પોલીસ સાથે વાત કરતા જેમણે જણાવ્યું કે, હુમલાખોર યુવતી બાજુના દરવાજાથી બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો. સમગ્ર ઘણાને અંજામ આપ્યા બાદ યુવતી બીજા માળે પહોંચી ગઇ હતી. ત્યાં યુવતી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મારી ગઇ છે. વિદેશમાં અંધાધૂંધ ફાયરિંગની આવી પહેલી ઘટના સામે નથી આવી, આવા અનેક બનાવો બની રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.