આપણે ઘણીવાર સાંભળ્યું છે કે સૌથી મોટા દુ:ખ અને પરસ્પર મતભેદને ખતમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ સંગીત(Music) છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહેલો એક વીડિયો(Video) જોઈને લાગે છે કે તમે સંગીત વિશે જાણો છો તે આ બધી વાતો સાચી છે.
Sidhu’s songs playing across the border! bridging the divide! pic.twitter.com/E3cOwpdRvn
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 25, 2022
વાસ્તવમાં આ સમયે એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભારત પાકિસ્તાન બોર્ડરનો છે. બંને દેશોના સૈનિકો સરહદ પર તૈનાત છે. બંને દેશ એકબીજાના વિરોધી છે, પરંતુ વીડિયોમાં જે જોવા મળ્યું તે બધાને ચોંકાવી દેશે. સરહદ પર તૈનાત બંને દેશોના સૈનિકો દિવંગત ગાયક સિદ્ધુ મૂઝવાલાના ગીતોની મજા લેતા જોવા મળે છે.
આ વીડિયો ભારતીય પોલીસ સેવા અધિકારી HGS ધાલીવાલે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંને દેશોના સૈનિક પહાડોમાં પોતપોતાની ચોકીઓ પર તૈનાત છે. ત્યાં સિદ્ધુ મૂઝવાલાનું પંજાબી ગીત વાગી રહ્યું છે અને બંને દેશના સૈનિકો તેનો આનંદ માણે છે અને તેના પર ડાન્સ પણ કરે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, ભારતીય ચોકી પર તૈનાત સેનાના જવાનો ગીત સાંભળતા ભાંગડા કરવા લાગે છે અને જ્યારે કેમેરા ઝૂમ કરવામાં આવે છે તો બીજી બાજુથી પાકિસ્તાની સેનાના જવાનો પણ હાથ મિલાવતા જોવા મળે છે. આ ગીત કદાચ પાકિસ્તાન પોસ્ટમાં વગાડવામાં આવી રહ્યું હતું.
વીડિયો શેર કરતાં પોલીસ ઓફિસરે વિભાજનની અંતરને સમાપ્ત કરીને સરહદ પાર દોડતું સિદ્ધુ મૂઝવાલાનું ગીત લખ્યું હતું. આ વાયરલ વીડિયોને ટ્વિટર પર 1 લાખ 58 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.