- પાંચ હજાર વર્ષ જૂની મૂર્તિ
પૌરાણિક કથાઓમાં સમુદ્રમંથનનો ઉલ્લેખ તો તમે જરુરથી સાંભળ્યો જ હશે. સમુદ્રમંથન દરમિયાન અનેક રત્નો નીકળ્યા હતાં. જે દેવ અને દાનવ વચ્ચે સરખેભાગે વહેંચવામાં આવ્યાં હતાં. કથાઓમાં એવો પણ ઉલ્લેખ છે કે ગુજરાતમાં આવેલું કૃષ્ણનું ધામ અને સોનાની નગરી તરીકે ઓળખાતું હાલનું દ્વારકા પણ પાણીમાં ગરકાવ થયું હતું. જોકે, દ્વારકા ઉપરાંત ઈન્ડોનેશિયામાં પણ એક મંદિર એવું છે જે 5000 વર્ષ જૂનું છે અને દરિયામાં જ છે.
2. સ્કૂબા ડાઈવિંગથી કરી શકો છો દર્શન
આ મંદિર એવું છે જેમાં ટૂરિસ્ટ સ્કૂબા ડાઈવ કરીને દર્શન કરી શકે છે. જો તમને પણ સમુદ્રની અંદરની દુનિયા જોવામાં રસ હોય તો તમારા માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહીં તમને સમુદ્રની અંદરની એક અનોખી જ દુનિયા જોવા મળશે. આ સ્થળ આવેલું છે ઈન્ડોનેશિયામાં, ઈન્ડોનેશિયામાં આવેલું આ મંદિર 5000 વર્ષ જૂનું છે.
3. સમુદ્રના પેટાળમાં આવેલા છે અવશેષો
દરિયાની નીચે આવેલું સમગ્ર સ્થળ ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરમાં આશરે 5000 વર્ષ જૂની વિષ્ણું ભગવાનની મૂર્તિ પણ છે. લોકો દેશ-વિદેશમાંથી સમુદ્રમાં ડાઈવિંગ કરવા અને આ મંદિર જોવા માટે જરુર આવે છે. સમુદ્રના પેટાળમાં આવેલું આ મંદિર દેખાવમાં ખંડેર જેવું લાગે છે પરંતુ લોકોનું એવું માનવું છે કે આ દ્વારકા નગરીના અવશેષો હોય શકે છે.
4. ટૂરિસ્ટ્સ માટે આકર્ષણનું સ્થળ
ભગવાન વિષ્ણું ઉપરાંત અહીં ભગવાન શિવની મૂર્તિ પણ ખાસ છે. હિંદુ દેવની મૂર્તિઓ ઉપરાંત અહીં બુદ્ધ ભગવાનની પણ મોટી મોટી મૂર્તિઓ છે. આ જગ્યા ટૂરિસ્ટ્સમાં મહત્વનું આકર્ષણ ધરાવે છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ ડેનપાસર છે. જે બાલીમાં આવેલું છે. આ ઉપરાંત સોઈકામો હટ્ટા જાકાર્તા ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ છે. જ્યાંથી તમે ટેક્સી અને અન્ય માધ્યમથી અહીં પહોંચી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.