પ્રોટીનથી ભરપુર ઈંડા શાકાહારી છે કે માંસાહારી ? વેજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો, જાણો વધુ

ઈંડાને પ્રોટીનનો રાજા કહેવામાં આવે છે. કદાચ આ જ કારણોસર યુનાઈટેડ નેશન્સ 3 જુનને નેશનલ એગ ડે તરીકે સેલિબ્રેટ કરે છે. એક ઈંડામાં આસરે 13 ગ્રામ પ્રોટીન હોય છે. જિમમાં વર્કઆઉટ કરવાથી લઈને સ્કૂલે જતા બાળકો સુધી તમામના ડાયટમાં તેનું હોવું ખૂબ જ અનિવાર્ય માનવામાં આવે છે. જોકે, ઈંડા શાકાહારી છે કે માંસાહારી તેને લઈને પહેલાથી જ ઘણી ચર્ચાઓ ચાલતી આવી છે. લોકો આજે પણ એ વાતથી અજાણ છે કે, આખરે ઈંડા શાકાહારી છે કે પછી માંસાહારી?

જે લોકોને એવું લાગતું હોય કે બચ્ચાં ઈંડામાંથી નીકળે છે, તો તેમણે પહેલા ઈંડા આપવાની પ્રક્રિયાને સમજવી જોઈએ. મરઘી જ્યારે 6 મહિનાની થાય છે, તો તે દરેક 24થી 26 કલાકના સમયમાં ઈંડા આપે છે. પરંતુ ઈંડા આપવા માટે એ જરૂરી નથી કે તે કોઈ મરઘાના સંપર્કમાં આવી હોય.

મરઘા સાથે સંપર્ક કર્યા વિના જ્યારે મરઘી ઈંડા આપે છે, તો તે ઈંડાને અનફર્ટિલાઈઝ્ડ એગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ વાતનું પ્રમાણ પણ આપી ચુક્યા છે કે જેમાંથી ક્યારેય બચ્ચું જન્મી ના શકે, આથી જો તમે ઈંડાને માંસાહાર સમજી રહ્યા હો તો નિશ્ચિતપણે તમે ખોટાં છો.

મરઘાના સંપર્કમાં આવ્યા બાદ મરઘી જે ઈંડા આપે છે, તેને માંસાહારી ઈંડા કહી શકાય છે. આ ઈંડામાં ગૈમીટ સેલ્ટ હોય છે, જે તેને માંસાહારી બનાવી દે છે. ઈંડાના 3 લેયર હોય છે. પહેલું ઈંડાનું સેલ, બીજું સફેદ પરત અને ત્રીજું માત્ર પ્રોટીન હોય છે, આથી વ્હાઈટ એગને શાકાહારી કહીએ તો તેમાં કશું ખોટું નથી.

આ રીતે બજારમાં વેચાતી એ તમામ વસ્તુઓ કે જેમાં એગનો ઉપયોગ થાય છે, તેને જો આપણે નોન વેજિટેરિયન સમજીને ન ખાઈએ તો કદાચ આપણે તે ખોટું કરીએ છીએ. જોકે, મરઘાના સંપર્કમાં આવ્યા બાદ આવેલા ઈંડાના પીળા ભાગમાં ગૈમીટ સેલ્સ હોય છે, જેને માંસાહારી કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: