લ્યો બોલો…હવે પોલીસ પણ કિડનેપ થવા લાગી: દબંગોએ પોલીસને ગાડીમાં બેસાડી માર્યા, જુઓ વિડીયો

Indore Police Video: હવે આ દેશમાં પોલીસકર્મી પણ સુરક્ષિત નથી. એવો જ કંઈક મામલો ઈન્દોરમાં બન્યો હતો. ઇન્દોરમાં કારમાં દારૂ પીવા પર રોકવાને લીધે 4 લોકોએ ફરજ પર હાજર રહેલા ઇન્સ્પેક્ટરને માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમની પાસેથી વાયરલેસ (Indore Police Video) પણ છીનવી લીધું હતું અને ગાડીમાં બેસાડી પોલીસવાળા પાસેથી જબરજસ્તી માફી પણ મંગાવી હતી અને વિડિયો પણ બનાવ્યો હતો. ઇન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર તેરેશ્વરએ બુધવારની રાત્રે ગાડીમાં દારૂ પી રહેલ યુવકોને દારૂ પીવાથી રોક્યા હતા, જેનાથી ગુસ્સે થયેલા યુવકોએ પહેલા પોલીસકર્મીનો વાયરલેસ સેટ છીનવી લીધો અને પછી માર માર્યો અને સબ ઇન્સ્પેક્ટરને જબરજસ્તી ગાડીમાં બેસાડી હાથ જોડી માફી મંગાવી અને વિડિયો પણ બનાવ્યો હતો.

ઘટના બાદ સબ ઇન્સ્પેક્ટરએ પોલીસને જાણકારી આપી હતી. કાર્યવાહી કરતાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાંથી એક જેલનો કર્મચારી પણ સામેલ છે. બાકી 2 આરોપીઓ હાલ ફરાર છે, જેની ધરપકડ માટે પોલીસ તપાસ કરી રહી છે..

વિપક્ષે સાધ્યું નિશાન
પોલીસકર્મી સાથે મારપીટની આ ઘટના પર રાજકારણ પણ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ કાયદા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે અને એક્સ પર લખ્યું હતું કે ઈન્દોરમાં થર્ડ ડિગ્રીની સિક્યુરિટી છે. મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને અન્ય મંત્રીઓ આ બધા થર્ડ ક્લાસ છે. સીએમ ડોક્ટર મોહન યાદવ ભોપાલ ઇન્દોર વચ્ચે વંદે ભારત ટ્રેનનું ભાડું 910 છે.

સીએમ ડોક્ટર મોહન યાદવની પાસે ગૃહ વિભાગ છે અને ઇન્દોરનો વહીવટ પણ તેમની પાસે જે છે, આ મામલે વિપક્ષે મુખ્યમંત્રીને ઘેર્યા હતા. અને કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં દલિત આદિવાસી હોય કે પછી પોલીસ અધિકારી તમામ લોકોને માર પડી રહ્યો છે, સીએમના જ વિસ્તારમાં પોલીસવાળા સાથે મારપીટ થઈ રહી છે. પરંતુ સીએમ અને કમિશનર ચૂપ કેમ છે.

પોલીસનું નિવેદન
પોલીસ અધિકારી રામસનેહી મિશ્રાએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારની સવારે તે સમયે બની હતી જ્યારે એક પોલીસ અધિકારી રોડ પર વાહન ચેકિંગ માટે ઉભા હતા અને તેમણે સંદિગ્ધ હાલતમાં ફરી રહેલ આરોપીઓની કારને રોકી. તેમણે જણાવ્યું હતું કે વિકાસ ડાબી અને રવિ નાયક નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. મિશ્રાએ જણાવ્યું હતું કે ડાબી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની જેલમાં સિપાહી છે અને રજાઓમાં ઇન્દોર પોતાના ઘરે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસ ઘટનામાં સામેલ 2 અન્ય લોકોની શોધખોળ કરી રહી છે. 4 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.