મોંઘવારીનો માર યથાવત: LPG સિલિન્ડરની કિંમતમાં થયો આટલા રૂપિયાનો વધારો- જાણો તમારા શહેરનો ભાવ

સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એક વખત LPGના ભાવમાં વધારો કર્યો છે. સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો…

સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એક વખત LPGના ભાવમાં વધારો કર્યો છે. સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડર હવે 859.5 રૂપિયા થઈ ગયો છે. જ્યારે આ પહેલા તેને 834.50 રૂપિયામાં LPG સિલિન્ડર મળતા હતા. આ પહેલા 1 જુલાઈએ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

મુંબઈમાં પણ 14.2 કિલો LPG સિલિન્ડરનો ભાવ હવે 859.5 રૂપિયા થય ગયો છે, જ્યારે અત્યાર સુધી તે 834.50 રૂપિયા હતો. કોલકાતામાં LPG સિલિન્ડરનો દર 861 રૂપિયાથી વધીને 886 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં LPG સિલિન્ડર માટે આજથી તમારે 875.50 રૂપિયા ચૂકવવા પડશે, જે ગઈકાલ સુધી 850.50 રૂપિયા હતા. ઉત્તરપ્રદેશના લખનઉમાં LPG સિલિન્ડર માટે તમારે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. 866.50 અમદાવાદ, ગુજરાતમાં LPG માટે ચૂકવવા પડશે. અત્યાર સુધી આ સિલિન્ડર ભોપાલમાં 840.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે આજથી 865.50 રૂપિયા થય ગયા છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2021 ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ, LPG સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં LPG સિલિન્ડરની કિંમત ઘટાડીને 819 રૂપિયા કરવામાં આવી હતી. એપ્રિલની શરૂઆતમાં 10 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં સ્થાનિક LPG ની કિંમત 809 રૂપિયા થઈ ગઈ હતી. એક વર્ષમાં LPG સિલિન્ડરના ભાવમાં 165.50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડિસેમ્બરથી અત્યાર સુધી સિલિન્ડરની કિંમતમાં લગભગ 275 રૂપિયાનો વધારો થયો છે.

મુખ્ય શહેરોમાં LPGની નવી કિંમતો: દિલ્હી 859.5, મુંબઈ 859.50, કોલકાતા 886.00, ચેન્નઈ 875.50, લખનૌ 897.50, અમદાવાદ 866.50. LPG  સિલિન્ડર ઉપરાંત, વ્યાપારી ગેસ સિલિન્ડર પણ રૂ.68 થી મોંઘુ થયું છે. હવે 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 1618 રૂપિયામાં મળશે, જે અત્યાર સુધી 1550 રૂપિયા મળતું હતું.

ખરેખર, કેન્દ્ર સરકારે મહિનાના પ્રથમ દિવસે ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ અચાનક 17 ઓગસ્ટની સવારે ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગેસ એજન્સી સંચાલકો પણ આનાથી આશ્ચર્યચકિત છે. માહિતી મળતાની સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારથી 14.2 કિલો LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *