મલાઈકા અરોરા ફિટ રહેવા માટે પીવે છે ‘બ્લેક વોટર’ -કિંમત જાણીને થઇ જશો હેરાન

મલાઈકા અરોરા વારંવાર પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહેતી હોય છે. જીમમાં જતી વખતે તેની તસવીરો ઘણીવાર વાયરલ થાય છે. હાલ પણ આવી જ એક તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઇ છે. જીમમાંથી બહાર આવતી વખતે એક ફોટોગ્રાફરે મલાઈકાના હાથમાં બ્લેક વોટર જોઈને તેને સવાલ કર્યા હતા. ‘મેડમ, તમે કાળું પાણી પીઓ છો?’ ત્યારે મલાઈકા આ વાત સાંભળીને હસવા લાગે છે અને તે કહે છે કે તે કાળું આલ્કલાઇન પાણી છે.

આ કાળા પાણી ઇવોકસ બ્લેક આલ્કલાઇન વોટર છે. આ પાણીમાં 70 થી વધુ ખનીજ તત્વ હોય ​છે, જેના કારણે શરીરનું મેટાબોલિઝમ, ઓક્સિજન લેવાની ક્ષમતા, ડિ-ટોક્સિફિકેશન અને પાચનની પ્રકિયા મજબુત બંને છે. મળતી માહિતી મુજબ, નોરમલ પાણીની સરખામણીમાં કાળા પાણીના PHનું સ્તર 7 ગણું વધુ છે. તેમાં ઘણા પ્રકારના પૌષ્ટિક ખનીજ હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે. આ પાણી પીવાથી એસિડિટી, ડી-હાઇડ્રેશન જેવી કોઇ સમસ્યા ઉભી થતી નથી. તેમજ રોગો સામે લડવાની તાકાત અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

કાળા આલ્કલાઇન પાણીની કિંમત 200 રૂપિયા 1 લિટર છે. જેમ કે, વિવિધ આઉટલેટ્સની કિંમત જુદી-જુદી હોય છે. આ પાણીના રંગ બાબતે મની કંટ્રોલની વાતચીતમાં, AV ઓર્ગેનિક્સના સહ-સ્થાપક, એમડી આકાશ વાઘેલાએ કહ્યું છે કે, આ પાણીની ગુણવત્તા સુધારવા તેમજ વધારવા માટે ઉપયોગ માં લેવાતા ખનિજોનો રંગ કાળો છે તેના કારણે આ પાણીનો રંગ પણ કાળો દેખાય છે.

મલાઈકાની સાથે સાથે વિરાટ કોહલી અને ઉર્વશી રૌતેલા પણ આ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે. મલાઈકાની ફિટનેસનું આ રહસ્ય બધાની સામે આવ્યું હતું. તેમાં કોઈ શંકા નથી કે કાળા રંગનું પાણી પીનારા આ 3 સેલિબ્રિટીઓ ફિટનેસ બાબતે ટોપ જોવા મળે છે. મલાઈકાના સ્વાસ્થ્યનું રહસ્ય ફક્ત કાળું પાણી જ નથી પરંતુ આ સિવાય ખોરાક, જીમ અને યોગ પણ છે. મલાઈકા પાસે પોતાનો યોગ સ્ટુડિયો છે તેમજ હાલમાં મલાઈકાએ ફૂડ વેન્ચર પણ શરૂ કર્યું છે. તેણી વારંવાર તેના સોસીયલ મીડિયા પર યોગની ટીપ્સ આપતી રહે છે.

ગતવર્ષે કોરોના રોગમાંથી સ્વસ્થ થયા બાદ, મલાઈકાએ જણાવતા કહ્યું હતું કે, ‘મારું વજન વધી ગયું હતું, શરીર નબળું પડી ગયું હતું, મારામાં સહનશક્તિ પણ ખુબ ઓછી થઇ હતી અને પરિવારથી દુર રહેવું પડતું હતું. કોરોનાથી સાજા થયા બાદ પણ મારા શરીરમાં નબળાઈ હતી. મને એ વાતનો ડર હતો કે, આવી પરીસ્થિતિ ભવિષ્યમાં ન રહે. તેમછતાં મેં ટૂંકા સમયગાળામાં જ તેના ડાયટ, યોગા અને વર્કઆઉટ્સ દ્વારા પોતાની ફિટનેસ પાછી મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *