મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર: LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો આટલા રૂપિયાનો વધારો

મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીએ વધુ એક ફટકો અને ઝટકો આપ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 15…

મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીએ વધુ એક ફટકો અને ઝટકો આપ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે બિન સબસિડી વગરનું સિલિન્ડર રાજધાની દિલ્હીમાં 884.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

મુંબઈમાં પણ 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો દર હવે 884.5 રૂપિયા છે, જ્યારે અત્યાર સુધી તે 859.50 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો દર 886 રૂપિયાથી વધીને 911 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડર માટે તમારે આજથી 900.50 રૂપિયા ચૂકવવા પડશે, જે ગઈકાલ સુધી 875.50 રૂપિયા હતા. ઉત્તરપ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતમાં અમદાવાદમાં LPG માટે 866.50 ચૂકવવા પડશે. અત્યાર સુધી આ સિલિન્ડર ભોપાલમાં 840.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, જે આજથી 865.50 રૂપિયા થઈ ગયું છે.

ઘરેલું ગેસ સિલિન્ડર જ નહીં પણ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 દિવસમાં રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયાથી વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમત 911 રૂપિયા થઈ ગઈ છે.

રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયા છે. તેની કિંમત મુંબઈમાં 1649 રૂપિયા અને કોલકાતામાં 1772 રૂપિયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. તે જ વર્ષે, સિલિન્ડરની કિંમતમાં 190.50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો. મે અને જૂનમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ છેલ્લા 15 દિવસમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે.

IGL એ CNG અને PNG ના ભાવમાં પણ વધારો કર્યો હતો. 29 ઓગસ્ટથી દિલ્હી-એનસીઆરમાં સીએનજી અને PNG ના ભાવમાં વધારો થયો છે. હવે દિલ્હી એનસીઆરમાં CNG 50.90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNG 30.86 રૂપિયા પ્રતિ એસસીએમ પર ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *