મોંઘવારીનો માર જનતા પર પડશે ભારી: અમૂલે દુધમાં લીટર દીઠ રૂ.2 નો કર્યો વધારો

મોંઘવારીના મારથી હેરાન થયેલા લોકોના ખિસ્સા પર વધુ એક ભારણ પડવા જઈ રહ્યું છે. સામાન્ય લોકો કોરોનાની મહામારીનો અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આ દરમિયાન લોકોને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. હવે લોકોએ દૂધ માટે વધારે પૈસા ચૂકવવા પડશે કારણ કે અમૂલે દૂધના ભાવમાં વધારો કરી દીધો છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની આડઅસર રોજિંદા વસ્તુઓ પર દેખાવા માંડી છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ રૂ .2 નો વધારો કર્યો છે. દેશના તમામ રાજ્યોમાં નવા ભાવો ગુરુવાર એટલે કે 1 જુલાઈ 2021 થી લાગુ થશે. દિલ્હી, એનસીઆર સહિત દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાઝા, અમૂલ ટી સ્પેશ્યલ, અમૂલ સ્લિમ અને ટ્રીમની કિંમતોમાં લિટરદીઠ રૂ .2 નો વધારો થયો છે.

દોઢ વર્ષ પછી અમૂલે કિંમતોમાં વધારો કર્યો છે. આજના વધારા સાથે હવે અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર 58 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત અમૂલ શક્તિ, અમૂલ તાઝા, અમૂલ ટી સ્પેશિયલ, અમૂલ સ્લિમ અને ટ્રીમ મિલ્કના ભાવમાં પણ લિટર દીઠ રૂ .2 નો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી નવી કિંમતોનો અમલ ગુજરાત, મહારાષ્ટ્ર, કોલકાતા, દિલ્હી, એનસીઆર સહિત દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવશે.

અમૂલ સિવાય દેશમાં નેસ્લે, બ્રિટાનિયા, નમસ્તે ભારત, પતંજલિ, આનંદ જેવી ખાનગી ક્ષેત્રની ઘણી કંપનીઓ છે, જે દૂધ અને તેમાંથી બનાવેલા ઉત્પાદનોનું વેચાણ કરે છે. અમૂલ દ્વારા કરવામાં આવેલા વધારા બાદ આ કંપનીઓ પણ કિંમતમાં વધારો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *