દીકરીએ જ સગી માતાને ચપ્પુનાં ઘા મારીને કરી નીર્મમ હત્યા- જાણો ક્યાંની છે આ હ્રદયદ્રાવક ઘટના

હાલમાં એક એવી હ્રદયદ્રાવક ઘટના સામે આવી રહી છે કે, જેને સાંભળીને તમારું હ્રદય કંપી ઉઠશે. પૂર્વ યુરોપિયન દેશ મોલ્ડોવાના રહેવાસી ફક્ત 21 વર્ષીય ઇસ્ટાગ્રામ ઇન્ફ્લૂઅન્સર એના લેકોવિચ એ પોતાની માતાની કરપીણ હત્યા કરી નાંખી છે. હેવાનિયતથી બધી હદો પાર કરીને સગી દીકરીએ જ જનેતાની હત્યા કરીને હૃદય તથા અન્ય અંગોને શરીરથી અલગ કરી દેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

21 વર્ષીય એના લેકોવિચની ક્રૂરતાની તમને એ વાત પરથી જાણ થશે કે, રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા ચપ્પુથી પહેલાં પોતાની માતા પર હુમલો કરીને હૃદય તેમજ બીજા અંગોને કાપીને શરીરથી જુદાં કરી દીધા હતાં. ત્યારપછી મહિલાનું મોત નીપજ્યું હતું. પોલીસે 21 વર્ષીય એના લેકોવિચની તેની માતા પ્રસ્કોવ્યા લેકોવિચની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

હત્યાનું કારણ સ્પષ્ટ થયું નથી :
એના પર હજુ કોઇપણ આરોપ સાબિત કરવામાં આવ્યા નથી તેમજ પોલીસ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, એના જ મુખ્ય શંકાસ્પદ છે. જો કે, હજુ હત્યાના કારણની જાણ થઈ નથી.

મેડિકલ સ્ટુડન્ટ છે એના :
ફક્ત 21 વર્ષીય એના લેકોવિચ એક મેડિકલ સ્ટુડન્ટ તથા અપકમિંગ ઇંસ્ટાગ્રામ ઇન્ફ્લુઅંસર છે. એનાનાં ઇંસ્ટાગ્રામ (@leksaaam) પર કુલ 16,000 ફોલોઅર્સ રહેલાં છે તેમજ મોટાભાગે પોતાના ફોટોઝ શેર કરતી રહેતી હોય છે.

જર્મનીમાં રહેતી હતી એનાની માતા :
એનાની માતા પ્રસ્કોવ્યા લેકોવિચની ઉંમર 40 વર્ષ હતી તેમજ જર્મનીમા નોકરી કરતી હતી. માતાને એના ડ્રગ્સ લેતી હોય તેવી આશંકા રહેલી હતી.એનાની માતાને આશંકા હતી કે, તેની દીકરી ડ્રગ્સ લેવા લાગી છે તેમજ તેની સારવાર માટે અહીં આવી હતી. જેને હત્યા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે.

મા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતી :
એનાના અંકલે આરોપ વિશે જણાવ્યું હતું કે, પ્રસ્કોવ્યા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતી હતી તેમજ તેની સાથે સમય પસાર કરવાનાં પ્રયાસ કરતી હતી. પોલીસને બતાવવામાં કુલ 2 કલાકનો સમય લાગ્યો હતો કે, એના જ મુખ્ય શંકાસ્પદ છે. હું તેની કલ્પના પણ કરી શકતો ન હતો.

માતાના મોત પર એનાનું રિએકશન :
આ તમામ અટકળો વચ્ચે એનાનો એક વીડિયો સામે વિ રહ્યો છે કે, જેમાં પોલીસ દ્વારા તેને કોર્ટમાં હાજર કરવા માટે લઇ જવામાં આવી હતી. આ દરમ્યાન જ્યારે એક પત્રકારે પૂછયું કે, શું તમે જ તમારી માતાની હત્યા કરીને શરીરનાં વિવિધ અંગો કાપી નાંખ્યા ? ત્યારફી એના એ હસતા-હસતા જવાબ આપ્યો, ‘ગુડબાય’.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *