સુરતના અધિકારીને RTI અંતર્ગત માહિતી ન આપવા બદલ માહિતી આયોગે કર્યો મસમોટો દંડ

ગુજરાત(Gujarat): જાગૃત નાગરિકો સરકાર પાસેથી જાણકારી કે માહિતી મેળવવા માટે માહિતી અધિકારના કાયદા એટલે કે RTI નો ઉપયોગ કરે છે, પણ ઘણી વાર એવું પણ બને છે કે સરકારી અધિકારીઓ દ્વારા પૂરતી માહિતી આપવામાં આવતી નથી. ત્યારે હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાઉથ ઇસ્ટ ઝોન લીંબાયત(South East Zone Limbayat)ના ડેપ્યુટી ઈજનેર ગિરીશ ચાંપાનેરી(Girish Champaneri)ને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માગેલ માહિતી પુરી પાડવામાં ન આવતા સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોન ના ડે. ઈજનેર ગિરીશ ચાંપાનેરીને રૂપિયા 5000 નો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો RTI એક્ટીવીસ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા મ્યુ.કમિશનરની કચેરીમા થયેલ ઇનવર્ડ નંબર, તારીખ તેમજ આ પ્રતો ઉપર મા મ્યુ.કમિશનરએ કરેલ શેરો, રીમાર્ક, નોંઘ અને જે તે વિભાગને આપેલ સૂચના તેમજ તે સૂચના મુજબ થયેલ તપાસ, કાર્યવાહી, પત્રવ્યવહાર, અને મ્યુ.કમિશનરની કચેરીમા થયેલ નોંધ નોટિંગ રીપોર્ટ સરિતની વિગતવાર સંપૂર્ણ માહિતી અંગે RTI કરવામાં આવી હતી.

વધુમાં સુરત મહાનગરપાલિકાના જે તે અધિકારીઓએ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર તેમજ ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ જે તે જવાબ, પુર્તતા, રીપોર્ટ કે અહેવાલ રજૂ કરેલ હોય, તો તેની પ્રમાણિત નકલમાં માહિતી પૂરી પાડવામાં આવે અને ઉપરોકત જણાવેલ ત્રણ પત્રોમાં જણાવેલ મિલ્કતના બિલ્ડરને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવેલ હોય તો તે નોટિસોની નકલો તેમ ત્યારબદ થયેલ કાર્યવાહી સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે એ અંગે RTI કરવામાં આવી હતી.

પરંતુ કરવામાં આવેલી આ RTIનો આજદિન સુધી ના કોઈ જવાબ કે ના કોઈ માહિતી આપવા બદલ સુરત મહાનગર પાલિકા ના લિંબાયત ઝોન ના ડે. ઈજનેર ગિરીશ ચાંપાનેરીને રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આવા અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ 99 અધિકારીઓને માહિતી ન આપવા બદલ 2 હજારથી લઈને 25 હજાર સુધીનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે કે આ 99 અધિકારીઓ પાસેથી કુલ 8.90 લાખ જેટલા રૂપિયા દંડરૂપે વસૂલવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ગુજરાત માહિતી આયોગને વર્ષ 2021-22 દરમિયાન 6833 અપિલ અને 936 ફરિયાદ સાથે કુલ 7769 જેટલી અરજીઓ મળી હતી અને વર્ષ 2020-21માં 6830 જેટલી અપીલ-ફરિયાદ મળી છે. આયોગને મળેલી અરજીઓ પૈકી 7435 અપીલ-ફરિયાદનો ચુકાદો આપવામાં આવ્યો છે જ્યારે 334 અરજીઓનો નિકાલ હજુ બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *