દેશમાં કોરોનાએ અલગ જ પ્રકારનું જોર પકડ્યું છે, દિવસેને દિવસે કેસમાં ત્રણ ગણો વધારો થઇ રહ્યો છે. એકતરફ લોકોને વેક્સીન અપાઈ રહી છે અને બીજીતરફ નાનાથી લઈને દરેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. હાલ કોઈ મોટી હોસ્પિટલોમાં બેડ ખાલી મળી નથી રહ્યા છે. અને જો મળે છે તો ખુબ મુશ્કેલીથી મળે છે. દરેક હોસ્પિટલોના ICU વોર્ડ અને સામાન્ય વોર્ડ ભરાઈ ગયા છે. અને હાલ બે વર્ષના માસુમને હોસ્પિટલમાં જગ્યા ન મળતા તડપી તડપીને મોત મળ્યું છે.
મળતી માહિતી અનુસાર બે વર્ષનું બાળક ઘરના ધાબા પરથી નીચે પાડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. હવે એકતરફ કોરોના અને બીજીબાજુ આવી પરિસ્થતિ સર્જાઈ ત્યારે માતા પિતા બાળકની સારવાર માટે ક્યા ક્યા પહોચે? તાત્કાલિકમાં કોઈ હોસ્પીટલમાં ઈમરજન્સી બેસ મળતા નહોતો. આ માટે માતા પિતા માસુમ બાળકનો જીવ બચાવવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડતા રહ્યા અને આ વચ્ચે બે વર્ષના બાળકનું તડપી તડપીને થયું કરુણ મોત.
ઘરની છત પરથી નીચે પટકાતાં એક 2 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાળકે દમ તોડી નાખ્યો હતો. આ પરિસ્થતિ દરમિયાન, નિર્દોષના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, કોરોના મહામારીને કારણે કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી નથી એમ કહીને, મારા બાળકની સવાર કરી નહિ, સારવાર તો દૂરની વાત છે અમે ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈને દોડતા રહ્યા અને કોઈ હોસ્પીટલે બાળકને દાખલ પણ ન કર્યો અને છેવટે બે વર્ષના માંસુમે તડપી તડપીને જીવ ગુમાવવો પડ્યો.
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેનો પુત્ર ઘરની છત પર રમી રહ્યો હતો. બપોરના બે વાગ્યાની આસપાસ તે છત પરથી નીચે પડી ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, ત્યારબાદ અમે ઝડપથી બાળકને નજીકના સારવાર સેન્ટરમાં લઈ ગયા, જ્યાં તેને કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં રિફર કરાયો. ત્યાંની સરકારી હોસ્પિટલના અધિકારીઓએ મારા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે કોવિડ -19 ને કારણે તમામ બેડ ભરેલા છે.
મૃતક નિર્દોષના પિતાએ દાવો કર્યો કે, ત્યાંથી અમે અમારા બાળકને બે વધુ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં લઈ ગયા. ત્યાં પણ એવું જ કહ્યું હતું. ત્યારબાદ પરિવારે રાજ્ય સરકારની લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલ ખાતે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાં પણ કોઈ મદદ મળી ન હતી. એલએનજેપીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પરિવાર ટ્રોમા સેન્ટર પર આવ્યો હતો, પરંતુ પલંગ ભરેલા હોવાથી ડોકટરો સાથે તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બાળકના પિતાએ જણાવ્યું કે અમે આખો દિવસ એક હોસ્પીટલથી બીજી હોસ્પિટલ ભટકતા રહ્યા પણ છેવટે રાત્રે નવ વાગ્યે બાળકને મૃત જાહેર કરાઈ દેવામાં આવ્યો હતો. આ બનાવ ઉત્તર દિલ્હીમાં બન્યો હોવાની વાત સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.