સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ કરાટે ચેમ્પિયન છોકરી સાથે ઇશ્કના દાવ લડાવ્યા, પછી તેને પોતાની લાઈફ પાર્ટનર બનાવી લીધી. પરંતુ ત્યારબાદ આ વ્યક્તિના જીવનમાં ભૂકંપ આવી ગયો. જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો ત્યારે પત્ની કરાટેના દાવ પતિ પર અજમાવતી. શનિવારે બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિ નો પગ ફ્રેક્ચર કરી નાખ્યો. ખરાબ હાલતમાં પતિ વિચારથી હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં પોલીસ બોલાવવાની માંગણી કરી, અને કહ્યું મારી પત્નીથી બચાવો. આ અજીબોગરીબ કિસ્સો દિલ્હી એનસીઆરના નોઈડાનો છે.
મહિલાઓ પર થતી ઘરેલુંમાંથી બચાવવા માટે સરકારે કાયદો બનાવ્યો છે. જેમાં પુરુષો સામે મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.પરંતુ નોઈડાના સેકટર 19માં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં કરાટે ચેમ્પિયન પત્નીએ પતિને મારી મારી અધમૂઓ કરી નાખ્યો. તેનો એક પગ પણ તોડી નાખ્યો. ઘાયલ પતિ હવે પોલીસ સામે માંગણી કરી રહ્યો છે કે મને મારી પત્નીથી બચાવો.
દિપક સાહની ને તેના પિતા અશોક શાહની રવિવારની સવારે વ્હીલચેર પર જિલ્લા હોસ્પિટલ લઈ ગયા. ત્યાં નિદાન થયું કે તેના એક પગમાં ફ્રેક્ચર અને ઘણી જગ્યાએ લોહી જામી ગયું છે.
અશોક શાહની એ જણાવ્યું કે મે 2019 માં બંનેના લગ્ન થયા હતા. બંને વચ્ચે કાયમ ઝઘડા થતા રહેતા. દિપક ની પત્ની હંમેશા તેને મારતી હતી.
પત્ની જુડો કરાટે ચેમ્પિયન છે અને તે તેના હુન્નર નો ઉપયોગ દીપક ઉપર કરે છે. આના પહેલા પણ તે દીપકને જખમી કરી ચૂકી છે. ત્યારે તેના માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેનો ઇલાજ હજુ સુધી ચાલી રહ્યો છે. આ ઘટનાની ફરિયાદ પોલીસમાં પણ કરવામાં આવી છે.
દીપક અને તેની પત્ની ની મુલાકાત લગભગ દોઢ વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર થઈ હતી. સ્ટેટ દ્વારા પ્રેમ નો પરવાનો ચડ્યો અને બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. પરંતુ કરાટે ચેમ્પિયન પત્નીએ તેના દાવ તેના પતિ પર અજમાવ્યા.
પીડીત દિપકે જણાવ્યું કે લગ્ન બાદ થી જ ઘરમાં નાના મોટા ઝઘડા થવા લાગ્યા જે ઘરોમાં સામાન્ય રીતે થતા હોય છે, પરંતુ થોડા દિવસો બાદ ઝઘડો વધવા લાગ્યો. તે મારા પર હાવી થવા લાગી. ત્યારબાદ તે કાયમ મને મારતી રહેતી હતી. શનિવારની રાત્રે તેણે મને એવો ધક્કો આપ્યો જેનાથી મારો પગ તૂટી ગયો. હું આખી રાત તેના દુખાવાથી પીડાતા તો રહ્યો.રવિવારની સવારે કોઈપણ રીતે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ તેણે હુમલો કરી મને જખ્મી કર્યો.આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.