નામ બડે ઓર…અમદાવાદની પ્રખ્યાત ગ્વાલિયા હોટલના છોલે-ભટુરેમાંથી નીકળ્યા વંદા, જાણો સમગ્ર મામલો

Ahemdabad Gwalia Sweets News: અમદાવાદમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. શહેરનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારને (Ahemdabad Gwalia Sweets News) કડવો અનુભવ થયો છે. પરિવારનાં સભ્ય દ્વારા ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાંથી વંદો નીકળ્યો હોવાનો આરોપ થયો છે. છોલે ભટૂરેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું.

ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટૂરેમાં વંદા!
અમદાવાદનાં સરખેજ વિસ્તાર નજીક રહેતા પટેલ પરિવારનાં એક સભ્ય દ્વારા ઓનલાઇન એપ્લિકેશન થકી પ્રહલાદનગરમાં આવેલા ગ્વાલિયામાંથી છોલે ભટૂરેનો આર્ડર કરવામાં આવ્યો હતો.

પરિવારનો દાવો છે કે જ્યારે ખાવા માટે છોલે ભૂટેરેનું પેકેટ ખોલવામાં આવ્યું અને ચેક કર્યું તેમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા હતા. આ ઘટનાનો ગ્રાહક દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે.

લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર ક્યારે લાગશે લગામ?
નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વખત ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળી હોવાની અનેક ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. જો કે, તેમ છતાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો તેમની હરકતોથી બાજ નથી આવી રહ્યા. ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે. નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ઇસમો પર ક્યારે લગામ લાગશે ? તેવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે.