ચોમાસુ આવતાની સાથે જ લોકોના ચહેરા ખીલી ઊઠે છે. કારણ કે વરસાદના કારણે ઘણી રાહત મળે છે અને વરસાદની મજા માણવા માટે ઘણા લોકો ચાની સાથે ભજીયા વધારે પસંદ કરે છે. તો ઘણા લોકો પૂરી પરાઠા ખાવાના શોખીન હોય છે. પરંતુ આપ સૌ જાણો છો કે ચોમાસાના દિવસો અનેક બીમારીઓને સાથે લઈને આવે છે. ચોમાસામાં તળેલા શેકેલા અને મસાલેદાર ખોરાક ખાવાથી તમારી વાત કરી શકે છે. પોતાને સ્વસ્થ રાખવા માટે અને ચોમાસાની મજા માણવા માટે તમારે કેટલીક આરોગ્યપ્રદ વસ્તુઓ ખોરાકમા લેવી જોઇએ.
ઓટ્સ : ઓટ્સ સરળતાથી બની જતા અને સૌથી વધુ પસંદ કરવામાં આવતા નાસ્તાઓ માંથી એક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તમે સાદા ઓટ્સ ને બદલે તેમાં ફળ ઉમેરીને પણ તેને વધુ પોષણયુક્ત બનાવી શકો છો.તમે તેમાં કેળા, બ્લુબેરી, ખજૂર,કાજુ,બદામ મિક્ષ કરીને ઓટ્સ નો ખોરાકમાં ઉપયોગ કરી શકો છો.ફ્રૂટ મિક્સ કરવાથી તમને ન માત્ર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળશે પરંતુ સાથે સાથે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે.
પેન્કેસ્ક : પેન્કેસ્ક હેલ્ધી હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે.તેમાં કેળા, બ્લુબેરી અને અનેક ફળ મિક્સ કરીને બનાવી શકાય છે. તમે ઈચ્છો તો તેમાં તમારા મનપસંદ પેન કેક ના બેટર ને ઉમેરી શકો છો અથવા બનાવતા સમયે પેન પર પણ નાખી શકો.બ્લુબેરી મિક્સ પેનકેક તમારા સ્વાદમાં ચાર ચાંદ લગાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.