સોશીયલ મીડિયા પર કેટલી નિર્ભર છે આજની યુવા પેઢી? આ યુવતીની આપવીતી સાંભળી રુવાડા ઉભા થઇ જશે

રશિયા-યુક્રેન યુધ્ધને(Russia-Ukraine war) કારણે થોડા સમયથી રશિયામાં(Russia) ઈન્સ્ટાગ્રામ(Instagram) બ્લોક(Block) કરી દેવામાં આવ્યું છે કારણ કે, રશિયાનો આરોપ છે કે આ એપનો ઉપયોગ તેના સૈનિકો સામે હિંસા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. આ કારણોસર રશિયામાં ઈન્ટરનેટ યુઝર્સ(Internet users) ફોટો-શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામનો(Photo-sharing app Instagram) ઉપયોગ કરી શકશે નહીં. આ દરમિયાન એક રશિયન યુવતીનો રડતો વીડિયો વાયરલ(Viral) થઈ રહ્યો છે. જેમાં તેણે ઈન્સ્ટાગ્રામ એપ પર પ્રતિબંધ મુકવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ઈન્સ્ટાગ્રામ તેની ‘જિંદગી છે, આત્મા છે.’

છોકરીની રડતી ક્લિપ ટ્વિટર પર, NEXTA એ શેર કરી છે. જેમાં તે યુવતી જણાવે છે કે, ‘તમને શું લાગે છે કે ઇન્સ્ટાગ્રામ બ્લોગિંગ મારા માટે માત્ર આવકનો જ સ્ત્રોત છે? આ મારું આખું જીવન છે, આત્મા છે. હું આની સાથે જ સૂઈ જાઉં છું અને જાગું છું. હું છેલ્લા 5 વર્ષથી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરું છું.’

ઈન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લાગ્યો તો છોકરી રડવા લાગી:
વીડિયો શેર કરતી વખતે, NEXTAએ તેના કેપ્શનમાં લખ્યું – ‘એક રશિયન બ્લોગર રડી રહી છે કારણ કે તેનું ઇન્સ્ટાગ્રામ કામ કરવાનું બંધ કરશે. તેને તેના દેશબંધુઓ અને હજારો મૃત લોકોની જરાક પણ ચિંતા નથી, તેની સૌથી મોટી ચિંતા એ છે કે તે રેસ્ટોરન્ટમાં જઈ ડિનરની તસવીરો પોસ્ટ કરી શકશે નહીં.

જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે છોકરીએ તેના ફોલોઅર્સને કહ્યું કે, તે ખૂબ જ દુઃખી છે. જોકે, આ કહેવાથી સોશિયલ મીડિયા પર તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે કહ્યું કે, તેને લોકોના જીવન કરતાં એપ પર પ્રતિબંધ લગાવવાથી વધુ ચિંતિત છે. જ્યારે તેણે આવકનું સાધન ગુમાવ્યું ત્યારે કેટલાક લોકોએ તેની વેદનાને પણ સમર્થન આપ્યું.

રશિયાએ ફેસબુકની ઍક્સેસને પહેલાથી જ બ્લોક કરી દીધી છે. આ સિવાય ટ્વિટર પર પણ લિમિટેડ એક્સેસ લાદવામાં આવી છે. જયારે ઇન્સ્ટાગ્રામને 14 માર્ચથી બ્લોક કરી દેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *