Anand Vasad Accident: કહેવત છે ને અમે કેવી ઝડપી કાર દોડાવીએ છીએ એવા દેખાડામાં મોતની થથરાવી મૂકે તેવી ઘટના ગુજરાતના આણંદ વાસદમાંથી (Anand Vasad Accident) સામે આવી રહી છે. આ ઘટનામાં ફૂલ સ્પીડે ચાલી રહેલી કારના ભયાનક એક્સિડન્ટમાં ચાર યુવાનોના દર્દનાક મોત થયાં હતા. સાત યુવાનો કારમાં મુંબઈથી પાછા આણંદ તરફ આવી રહ્યા હતા. યુવાનોએ 140 કિમીની ઝડપે કાર ભગાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરવામાં આવ્યું હતું. ઓવરટેક કરવા છતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને કાર ટકરાઈ હતી જેમાં 4 યુવાનોના મોત થયાં હતા તથા બીજા અન્ય યુવાનોને ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
સોશિયલ મીડિયામાં ફરતા થયાં ફુટેજ
આ ઘટના ઈન્સ્ટાગ્રામ પર લાઇવ કરવામાં આવ્યું હતું, અને ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
140 કિમી ઉપરની સ્પીડ
લાઈવ ઈન્સ્ટાગ્રામ વિડિયોમાં, યુવકો પાર્ટી કરતા, જોરથી મ્યુઝિક પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા. ડ્રાઈવરે ભગાવેલી કારનો કાંટો 140 કિમી ઉપર હોવાનું પણ દેખાઈ રહ્યું હતું. અચાનક, ડ્રાઈવરે એક પછી એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો તેમાં કાર અથડાઈ હતી અને આ ગંભીર એક્સિડન્ટ સર્જાયો હતો.
ઘેર પાછા ન ફર્યાં પણ ‘ઉપર’ ગયાં
યુવાનો મુંબઈથી પોતાના ઘેર પાછા આવતા હતા પરંતુ બધાને દેખાડી દેવાની ઘેલછામાં બહુ ભૂંડી રીતે મોતને ભેટી ગયા. જવાનું હતું ઘેર પરંતુ પહોંચી ગયાં ઉપર, આવી ઘટનામાંથી બોધપાઠ લેવાની જરુર છે.
ડ્રાઈવર બચી ગયો
આ ઘટનામાં ચમત્કાર તો એ થયો કે જે ડ્રાઈવર 140 કિમીની ઝડપે કાર દોડાવતો હતો અને તે બચી ગયો છે. તેની આવરદા બાકી હશે કે આટલી ખતરનાક સ્પીડના એક્સિડન્ટમાં પણ તેનો વાળ પણ વાંકો ન થયો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App