PM મોદીના જન્મદિનની રાજ્યમાં આ રીતે થશે ઉજવણી- 5 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

હાલમાં સમગ્ર રાજ્યમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં પણ અન્ય કેટલાક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થવાનું છે. 17 સપ્ટેમ્બર એટલે કે, PM મોદીના જન્મદિન નિમિત્તે રાજ્યના તમામ ગામના રામ મંદિરમાં રામ ભક્તોને મળીને સમૂહ આરતીનો કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

17 સપ્ટેમ્બરનાં રોજ સાંજે 7 કલાકે સુંદર વાતાવરણમાં સામૂહિક આરતી થાય એવું આયોજન કરવાની ભાજપના નેતાઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટની સહીથી વહેતા થયેલા પત્રથી સમગ્ર ભાજપમાં જાણે વિધાનસભાની ચૂંટણી પાસે હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

PM નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવશે:
PM નરેન્દ્ર મોદી આગામી 5 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલની ખાસ મુલાકાત લેવા માટે જશે. ત્યારપછી મહાત્મા મંદિરથી દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે. આની ઉપરાંત રાજય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટની પણ શરૂઆત કરાવશે.

આની સાથે જ 5 ઓગષ્ટનાં રોજ PM નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિરથી સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટનું લોકાર્પણ કરશે. આની ઉપરાંત એ દિવસે શિક્ષક દિન હોવાથી ગુજરાતને કોઈ મોટી ભેટ સાથે શિક્ષકો માટે મોટી જાહેરાત કરી શકે છે.

PM મોદી દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે:
PM નરેન્દ્ર મોદી ગાંધીનગરનાં મહાત્મા મંદિરથી મોઢેરા વિલેજ સાથે સુર્યમંદિરનું રીમોટ દ્વારા દેશના સૌપ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે. PM નરેન્દ્ર મોદીના એક દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રધાનમંડળ કેબિનેટ બેઠકમાં શિક્ષણ વિભાગ અને ઉર્જા વિભાગ સાથે CM વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ કાર્યક્રમ હેઠળ સવિશેષ ચર્ચા કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

હાલમાં કેન્દ્ર સરકારના 3 રાજ્યમંત્રી અનુક્રમે દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ તથા ડો.મહેન્દ્ર મુંજપરાની યાત્રાઓ ચાલી રહી છે ત્યારે આજથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા અનુક્રમે રાજકોટથી ભાવનગર તેમજ ઊંઝાથી અમરેલી અમે પાટીદાર સમાજના પ્રભૂત્વ ધરાવતા વિસ્તારોમાંથી જન આર્શીવાદ યાત્રાનું આયોજન કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *