સરદારના નગરમાં જ સરદારનું અપમાન: BJP નેતાઓએ સરદારના પેટ પર સીડી મૂકી આપી શ્રદ્ધાંજલિ

Published on: 10:31 am, Thu, 1 November 18

રાષ્ટ્રીય એકતા અને અખંડતતા શિલ્પી વિરાટ સરદાર પટેલની જન્મજંયતિના શુભદિને ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો છે. સરદારનગરમાં આવેલા સરદારની પ્રતિમા પર સીડી મૂકીને ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

આમ બીજેપીના કાઉન્સીલર અને હોદ્દેદારોએ ભાન ભુલીને સરદારના નગર જ સરદારનું અપમાન કર્યું છે. જેથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

પીએમ મોદીએ કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. તે પહેલા મોદીએ વેલી ઓફ ફ્લાવર્સ અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમના શુભારંભમાં સ્ટેજ પર મોદી સહિત અમિત શાહ તેમજ અન્ય રાજકીય હસ્તીઓ હાજરી રહી હતી.

Video: Run For Unity ના કાર્યક્રમમાં સ્ટેજ પર બેસવા મુદ્દે બીજેપી નેતાઓ વચ્ચે “દે ભીખા દે”…

ગઈકાલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું, સાથે સાથે દેશભરમાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતાના નામે દેશભરમાં રન ફોર યુનિટી દોડનું આયોજન કરાયું હતું. પરંતુ એક ઘટના એવી પણ બની કે જેમાં એકતાની વાતો કરતાં ભાજપના નેતાઓ જ એકબીજાને મારી નાખવા સુધીના પ્રયત્નો થાય તેવી રીતે બાખડી પડ્યા હતા અને સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભાજપ દ્વારા દેશભરમાં જે રીતે રન ફોર યુનિટીના કાર્યક્રમો થયા. તેવો જ કાર્યક્રમ દક્ષિણ દિલ્હીમાં આયોજન થયો હતો આ કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓના 2 ગ્રુપમાં મારામારી થઈ ગઈ હતી. આ સમગ્ર મામલામાં ભાજપના પૂર્વ પાર્ષદ ઉમેદવાર ની સાથે મારપીટ નો મામલો સામે આવ્યો છે. આ મામલામાં ભાજપના પૂર્વ સાંસદ રમેશ બીધુડી પર ગેરવર્તણૂક અને તેના સમર્થકો પાસે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં થયેલી મારપીટ નો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે દિલ્હી પ્રદેશ ભાજપનું કહેવું છે કે આ ઘટના ની તપાસ કરીશું.

સમગ્ર મામલો ત્યાંથી ઉદ્ભવ્યો કે આ કાર્યક્રમના સ્ટેજ પર બેસવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. પરંતુ પૂર્વગ્રહ રાખીને એક બીજા નેતાઓએ પોતાના સમર્થકો સાથે ધીંગાણું કરાવ્યું। સંગમ વિહારના મરોલી બદરપુર રોડ ઉપર ભાજપના કાર્યકર્તાઓ પોતાના જ પાર્ટીના કાર્યકરની જોરદાર ધુલાઇ કરતાં જોવા મળ્યા હતા. જે વીડિયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે થોડાક કાર્યકર્તાઓ એક માણસની ધોલાઈ કરી રહ્યા છે અને માર ખાવા વાળો વ્યક્તિ ચંદન ચૌધરી છે, કે જે દિલ્હીના દેવલી વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉમેદવાર છે, આ મામલા બાદ રન ફોર યુનિટી નો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો.

ચંદન નું કહેવું છે કે તેઓ આ કાર્યક્રમના કન્વીનર હતા, પરંતુ સાંસદ રમેશ બિધુડી કાર્યક્રમ માં હાજરી આપવા આવ્યા અને તેઓ એ તરત આવીને ઉતાવળ થી કાર્યક્રમ શરૂ કરવા અને પતાવવા માટે કરવા લાગ્યા અને જેવી રન ફોર યુનિટી દોડ શરૂ થઈ તરત તેના સમર્થકો સાથે મળીને મને માર માર્યો. ત્યારે બીજી તરફ સાંસદ નું કહેવું છે કે, તેમની પર લાગેલા આરોપો પાયાવિહોણા છે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.