મહારાષ્ટ્રમાં હજુ પણ સરકારમાં આંતરિક વિખવાદ: ભાઈને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આ મોટા નેતા નારાઝ?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કરેલા મંત્રી મંડળના વિસ્તરણ બાદ શિવસેનાના એક જૂથમાં નારાજગી જોવા મળી છે.ખુદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે…

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કરેલા મંત્રી મંડળના વિસ્તરણ બાદ શિવસેનાના એક જૂથમાં નારાજગી જોવા મળી છે.ખુદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને શિવસેનાને એનસીપી તેમજ કોંગ્રેસ સાથે સરકાર બનાવવા માટે નજીક લાવનાર સંજય રાઉત જ નારાજ હોવાની ચર્ચાઓ શરુ થઈ છે.રાઉતે ગઈકાલે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી ન હતી.

સંજય રાઉતના ભાઈ અને વિક્રોલીના ધારાસભ્ય સુનિલ રાઉતને મંત્રીમંડળમાં સ્થાન નહી મળવાથી રાઉત નારાજ હોવાનુ મનાઈ રહ્યુ છે.એવુ કહેવાય છે કે, આદિત્ય ઠાકરે સાથે વાત થઈ હોવા છતા છેલ્લી ઘડીએ તેમનુ નામ મંત્રીઓના લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું હતુ.

જોકે સંજય રાઉતના નજીકના લોકોએ શપથગ્રહણ સમારોહમાં હાજર નહી રહેવા પાછળનુ કારણ આપતા કહ્યુ છે કે, રાઉત સરકારી કાર્યક્રમોમાં એમ પણ ભાગ નથી લેતા.બીજી તરફ સંજય રાઉતે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, લોકોએ સમજવુ જોઈએ કે પાર્ટી પાસે વધારે વિકલ્પ નથી.આ સરકારમાં બીજા બે પક્ષો પણ સામેલ છે એટલે મંત્રીમંડળની જગ્યાઓ પણ વહેંચાય તે સ્વાભાવિક છે. બીજી તરફ શિવસેનાના બે ધારાસભ્યો પણ આ સમારોહથી દુર રહ્યા હતા.જેમાં સુનિલ પ્રભુ અને રવિન્દ્ર વેકરનો સમાવેશ થતો હતો. નોંધનિય છે કે આ પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ નારાજ હોવાની વાત સામે આવી હતી. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ અંગે વાત પણ કરી હોવાની ચર્ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *