Ahemdabad Kite Festival: અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્ત્સવનો પ્રારંભ થયો છે. 47 દેશના પતંગબાજોએ પતંગોત્ત્સવમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Ahemdabad Kite Festival) હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગોત્ત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશ-વિદેશથી આવ્યા પતંગ રસિકો
અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવમાં 47 દેશના 143 પતંગબાજો ભાગ લેશે જ્યારે ગુજરાતના 417 પતંગ રસિયા પણ જોડાયા છે.દેશના 11 રાજ્યમાંથી 52 પતંગ રસિયાઓએ પણ ભાગ લીધો છે. કેનેડા, ફ્રાન્સ,ઇજિપ્ત, જર્મની, બેલારૂસ, કોલંબિયા, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાલીમાંથી પણ પતંગબાજો આવ્યા છે.
પતંગ મહોત્ત્સવમાં અલગ અલગ પ્રકારના પતંગે આકર્ષણ જમાવ્યું છે. સુરતના પતંગ બાદ નગર દેવી ભદ્રકાળી અને HMPV વાયરસને લઇને પણ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ નગર દેવી લોકોને વાયરસથી બચાવે તે હેતુથી આ પતંગને તૈયાર કરવામાં આવ્યો છે.
11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.
Live: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિ. https://t.co/lmB2x0vRpY
— CMO Gujarat (@CMOGuj) January 11, 2025
પ્રવેશ ફ્રી રાખવવામાં આવ્યો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. લોકો માટે આંતરરાષ્ટ્રીય પ્રસંગ મહોત્સવમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App