પત્નીએ આપઘાત કરતાં પતિએ શરુ કર્યું અભિયાન: 1300 કિમીની દોડ કરીને ગામડાનાં લોકોમાં ફેલાવશે જાગૃતિ

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા મેરેથોન રનર અતુલકુમાર ચોકસેએ સુઇગામના નડાબેટ ખાતેથી પંજાબમાં આવેલ ભટીન્ડા સુધી કુલ 1,300 કીમી સુધીના રણમાં…

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા મેરેથોન રનર અતુલકુમાર ચોકસેએ સુઇગામના નડાબેટ ખાતેથી પંજાબમાં આવેલ ભટીન્ડા સુધી કુલ 1,300 કીમી સુધીના રણમાં દોડનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે 31 ડિસેમ્બરથી શરૂઆત કરી છે.

મહારાષ્ટ્રમાં આવેલ નાગપુરનાં વતની અતુલકુમાર ચોકસેએ અત્યાર સુધીમાં કુલ 35 ઇન્ટરનેશનલ એવોર્ડ તથા કુલ 70 રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યા છે. નાગપુરમાં કોમ્પ્યુટર કલાસ ચલાવી રહેલ અતુલની પત્નીએ રૂઢિવાદી માનસિકતાને કારણે આપઘાત કર્યાં પછી તેઓએ ડિપ્રેશનનો ભોગ બની વ્યસનો તથા આપઘાતનાં વિચાર આવતા લોકોને કાઉન્સેલિંગ કરી તેમનામાં જનજાગૃતિ ફેલાય તેમજ જીવનની રાહ ચિંધી તેમની અમૂલ્ય જિંદગીનું મહત્વ સમજાવવાના ઉદ્દેશની સાથે તેઓએ આ અભિયાનની શરૂઆત કરી હોવાંની જણાવવામાં આવ્યું હતું.

કચ્છના રણ નડાબેટથી પંજાબમાં આવેલ ભટીન્ડા સુધી અંદાજે 1,300 કીમી સુધી ‘ACROSS THE THAR DESERT ON FOOT’ વિઝન સાથે નડાબેટથી 31 ડિસેમ્બરનાં રોજ કુલ 120 કિગ્રા વજનની 2 પૈડાની ટ્રોલી સાથે દોડની શરૂઆત કરી છે.

26 જાન્યુઆરીનાં રોજ 27 દિવસે પૂર્ણ થશે. આની સાથે જ તેઓ ‘ફકીર કી દુનિયા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી રહ્યા છે. નડાબેટથી વચ્ચે આવી રહેલ ગામોના લોકોના જીવન, રહેણીકરણીનો પણ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ લોકોની અંધશ્રદ્ધા દૂર કરવા માટે વચ્ચે આવતા ભૂતિયા જગ્યાઓ પર પણ સંશોધન કરશે.

પ્રવાસ વખતે સાથે રાખવામાં આવેલ ટ્રોલીમાં સોલાર પેનલ, બેટરી, સ્લીપિંગ બેગ, ટેન્ટ, ખાવા પીવાનો સામાન, મેડિકલની દવાઓ સહિત અંદાજે 120 કીલો વજન સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે જઈ રહ્યા છે. તેમનાં અભિયાનની નોંધ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ લઇ રહ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તેમની આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સિદ્ધિઓની ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ નોંધ લેવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. તેમણે ગુજરાત તથા રાજસ્થાન ટુરિઝમ પાસે પણ મદદ માંગી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *