ઘણા વિદ્યાર્થીઓ સરકારી નોકરી(Government jobs) માટેની તૈયારીઓ કરતા હોય છે. સરકારી નોકરીઓ માટે, ઉમેદવારોએ ખુબ જ મુશ્કેલ ઇન્ટરવ્યુમાંથી(Interview) પસાર થવું પડે છે. UPSC હોય કે પછી અન્ય કોઇ મોટી સ્પર્ધાત્મક પરીક્ષા. તેના માટે સખત મહેનત કરવી પડતી હોય છે, છતાં પણ આ પરીક્ષાઓના ઇન્ટરવ્યૂમાં એવા ફેરવી ફેરવીને પ્રશ્નો પૂછવામાં આવે છે કે, સારામાં સારા ઉમેદવાર પણ મૂંઝાઈ જાઈ છે.
આવી સ્થિતિમાં ઘણી વખત ઉમેદવારો સાદા પ્રશ્નોના પણ ખોટા જવાબો આપે છે. ઉમેદવારનું સામાન્ય જ્ઞાન તપાસવા માટે પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. અમે એવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવી રહ્યા છીએ, જે ઘણીવાર ઈન્ટરવ્યુમાં પૂછી શકાય છે.
પ્રશ્ન: ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા?
જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ ગૃહમંત્રી હતા.
પ્રશ્ન: દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 08 માર્ચે.
પ્રશ્ન: વિશ્વ શ્રવણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 03 માર્ચે.
પ્રશ્ન: દિલ્હી પોલીસ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 16 જાન્યુઆરીના રોજ
પ્રશ્ન: પ્રારંભિક વૈદિક સાહિત્યમાં સૌથી વધુ ઉલ્લેખિત નદી છે?
જવાબ: સિંધુ નદી
પ્રશ્ન: ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
જવાબ: ડૉ. બી.આર. આંબેડકરને.
પ્રશ્ન- એવો દેશ જ્યાં સોનાનું એટીએમ છે?
જવાબ- દુબઈ.
પ્રશ્ન- પાસવર્ડને હિન્દીમાં શું કહેવાય છે?
જવાબ – કૂટશબ્દ
પ્રશ્ન- ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા?
જવાબ- ડૉ.ઝાકિર હુસૈન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.