લોકો તસ્કરી કરવા માટે નવા-નવા હથકંડા અજમાવે છે. કોઈ ખાવાના સામાનમાં વિદેશી નોટો છુપાવીને લાવે છે તો કેટલાક લોકો એવા પણ છે જે તસ્કરી કરવા માટે પોતાના પ્રાઈવેટ પાર્ટને ઉપયોગ કરવામાં પણ નથી ખચકાતા.
આવો જ એક મામલો પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામે આવ્યો છે ત્યારે કસ્ટમ વિભાગે એક મહિલાને સોનાની તસ્કરીના શકમાં ગિરફ્તાર કરી. જ્યારે મહિલા અધિકારીઓએ આરોપી મહિલાની તપાસ કરી તો સૌના હોશ ઉડી ગયા.
સોનાની તસ્કરીના આરોપમાં પકડાયેલી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાંથી અધિકારીઓને ગોલ્ડ પેસ્ટ મળી આવી. જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા છે.
સોનાની તસ્કરીના આરોપમાં એરપોર્ટ પર અધિકારીઓએ જે મહિલાને શંકાના આધારે પકડી તેનું નામ મરિયમ મહંમદ સલીમ શેખ છે જે દુબઈથી પુણે આવી હતી.
સ્કેનર માંથી પસાર થતી વખતે જ્યારે સુરક્ષાકર્મીઓને કંઈક સંકેત મળ્યા તો તેમણે મેડિકલ ટીમને તપાસ માટે બોલાવી.મેડિકલ ટીમ તપાસ દરમ્યાન હેરાન રહી ગઈ કારણ કે મહિલાએ સોનાને પ્રાઇવેટ પાર્ટમાં સંતાડી રાખ્યું હતું. મહિલાને ગિરફ્તાર કરી આગળની તપાસ ચાલી રહી છે.
એજન્સીઓએ પણ દરેક યાત્રિકોની આવી હરકત થી બચવાની સલાહ આપી છે કારણ કે આ ન કેવળ ગેરકાનૂની છે પરંતુ કોઈપણ વ્યક્તિના જીવને પણ જોખમ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.