શું તમે પણ જૂનું મૉડલ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો? -iPhone 15 લૉન્ચ થતાં જ Apple એ આ 4 મૉડલ કર્યા બંધ

Published on Trishul News at 4:36 PM, Thu, 14 September 2023

Last modified on September 14th, 2023 at 4:36 PM

Discontinued iPhones: Appleના નવા iPhone 15 લૉન્ચ થયા બાદ જ 4 જૂના મૉડલને બંધ કરી દેવામાં આવ્યા છે. એવા ઘણા સ્માર્ટફોન યુઝર્સ છે જેઓ જૂના મોડલ ખરીદે છે. તેની પાછળનું કારણ ઓછી કિંમત અને લગભગ સમાન સુવિધાઓ છે. જો તમે પણ નવો આઈફોન લૉન્ચ થયા પછી જૂનું મૉડલ ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ચાલો એ તમામ ફોનની કિંમત અને ફીચર્સ પર એક નજર કરીએ જેને એપલે બંધ(Discontinued iPhones) કરવાનો નિર્ણય લીધો છે.

Appleએ આ iPhones બંધ કરી દીધા 
Appleએ એક સાથે 4 જૂના મોડલ બંધ કરી દીધા છે. તેમાં નવીનતમ iPhone 14 મોડલ પણ સામેલ છે. બંધ કરાયેલા મોડલ iPhone 14 Pro max, iPhone 14 Pro, iPhone 13 Mini અને iPhone 12 છે. ઓછા બજેટને કારણે ઘણા એવા લોકો હશે જેઓ આ સ્માર્ટફોન ખરીદવા માંગે છે. અત્યારે એ લોકોએ વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હજુ પણ બંધ થયેલ ફોન ખરીદી શકો છો.

તમે બંધ થયા પછી પણ આ રીતે પણ ખરીદી શકો છો ફોન 
iPhone 4 મોડલ બંધ થયા પછી પણ તમે તેને ખરીદી શકો છો. આ માટે તમારી નજીકના કોઈપણ થર્ડ પાર્ટી આઉટલેટની મુલાકાત લો, જો સ્ટોક ઉપલબ્ધ હશે તો તમે તેને ખરીદી શકશો. આ સિવાય તમે ઓનલાઈન વેબસાઈટ પર પણ જઈ શકો છો. જો તમે ઓછી કિંમતે જૂનો iPhone ખરીદવા માંગો છો, તો તમને આ મોડલ્સ Cashify પર મળશે.

4 બંધ મોડલની કિંમત
બંધ કરાયેલા ચાર મોડલની કિંમત નવા iPhone 15 કરતા ઘણી ઓછી છે. iPhone 14 Pro maxની કિંમત 1,39,900 રૂપિયા છે, તેના ઘણા ફીચર્સ iPhone 15 જેવા જ છે. જ્યારે iPhone 14 Proની કિંમત 1,29,900 રૂપિયા, iPhone 13 Miniની કિંમત 64,900 રૂપિયા અને iPhone 12ની કિંમત 59,900 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે કંપની આ ફોન બનાવવાનું બંધ કરી રહી છે, પરંતુ પહેલાથી અસ્તિત્વમાં રહેલા ફોનને હજુ પણ ખરીદી અને ઉપયોગ કરી શકાય છે.

Be the first to comment on "શું તમે પણ જૂનું મૉડલ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો? -iPhone 15 લૉન્ચ થતાં જ Apple એ આ 4 મૉડલ કર્યા બંધ"

Leave a comment

Your email address will not be published.


*