રાજસ્થાન અકસ્માત બાદ એકસાથે નીકળી 10 લોકોની અંતિમયાત્રા- હીબકે ચડ્યું આખું દિહોર ગામ, હૈયાફાટ રુદનથી સર્જાયા કરુણ દ્રશ્યો

Published on Trishul News at 4:42 PM, Thu, 14 September 2023

Last modified on September 14th, 2023 at 4:42 PM

Rajsthan Accidnet News Update: ગઈ કાલે જે રાજસ્થાનના ભરતપુર પાસે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ભાવનગરના જિલ્લાના 12 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તેમાંથી10 મૃતકો તો એક જ ગામના રહેવાસી હતા. તો આજે સવારે 10 મૃતકોના મૃતદેહ તળાજા તાલુકાના દિહોર ગામે(Rajsthan Accidnet News Update) પહોંચ્યા પછી અત્યારે એક સાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળી છે. દિહોર ગામના એક સાથે 10 લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.આખું દિહોર ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. દિહોરમાં એક સાથે 10 અર્થી ઉઠતા આખું ગામ હીબકે રડી પડ્યું છે.

મૃતકોના પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ
મૃતકોને શ્રદ્ધજંલિ આપવા માટે હજારોની સંખ્યામાં લોકો દિહોર ગામ પહોંચ્યા છે. મૃતકોની અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા ગયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પોહાચ્ડી દેવામાં આવ્યો છે.

શું બન્યો હતો બનાવ?
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામમાં આવેલી બજરંગદાસ બાપાની મઢુલીના મંડળના સભ્યોએ દિહોર ગામથી મથુરા સુધીની 12 દિવસની એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે રાખવામાં આવી હતી. તારીખ 9મી સપ્ટેમ્બરે રાત્રે તમામ બસમાં મથુરા જવા રવાના થયા હતા.

ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે મારી હતી ટક્કર
જેમાં તો રસ્તામાં આવતા નાથદ્વાર, પુષ્કર સહિતના ધાર્મિક સ્થળો પર દર્શન-પૂજન કરીને મથુરા તરફ તેઓ આગળ વધી રહ્યા હતા. ત્યારે ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના ભરતપુર પાસે જયપુર નેશનલ હાઈવે-21 પર બસની ડિઝલની પાઈપ ફાટી જતા બસ તે જગ્યા બંધ પડી ગઈ હતી. જેથી ડ્રાઈવર અને ક્લિનર બંને બસનું રિપેરિંગ કામ કરવા માટે નીચે ઉતર્યા હતા. તેમની સાથે બસમાં સવાર 10-12 જેટલા મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવેલી ટ્રકે બસને ટક્કર મારી હતી, જ્યારે અહીં ઉભેલા 10-12 જેટલા મુસાફરોને કચડી નાખ્યા હતા.

12 મુસાફરોના નિપજ્યાં હતાં કરૂણ મૃત્યુ
આ અકસ્માત એટલો ભયાનક છે કે અકસ્માતમાં 12 લોકોના મોત નિપજ્યાં હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. પોલીસે 11થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈગયા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા 12 મૃતકો ભાવનગર જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. જેમાં 10 મૃતકો તો એકજ ગામના હોવાનું સામે આવ્યું હતું.

કમકમાટીભર્યા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 મહિલાઓ અને 5 પુરુષોના મૃત્યુ નિપજતા CM ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી સહિતના રાજકીય નેતાઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તો ગુજરાત સરકારે મૃતકના પરિજનોને પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50,000ની સહાયની જાહેરાત પણ કરી હતી.

Be the first to comment on "રાજસ્થાન અકસ્માત બાદ એકસાથે નીકળી 10 લોકોની અંતિમયાત્રા- હીબકે ચડ્યું આખું દિહોર ગામ, હૈયાફાટ રુદનથી સર્જાયા કરુણ દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*