ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓએ પ્રજાના ટેક્સના રૂપિયે લાખોના આઈફોન લીધા- ભોપાળું આવ્યું બહાર

સુરત મહાનગરપાલિકા એક સમયે દેશની સમૃદ્ધ મહાનગરપાલિકાઓમાં સમાવિષ્ટ થતી હતી. પરંતુ સત્તાધિકારીઓ ના અણઘડ વહીવટને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ કથળી ગઈ હોવાના અહેવાલો વારંવાર આવી રહ્યા છે. ગત વર્ષે જ મહાનગરપાલિકા ની તિજોરી નું તળિયું આવી ગયું હતું. ત્યારે કરોડો રૂપિયાના બોન્ડ કરાવીને ફંડ ઊભું કરવામાં આવ્યું હતું અને મહાનગર પાલિકાનો વહીવટ શરૂ કરાયો હતો, તેમ છતાં સત્તાધારી પક્ષ ભાજપ ના ચૂંટાયેલા પદાધિકારીઓ અને પ્રજાના પરસેવાની કમાણી રૂપ ટેક્સના રૂપિયા થી જલસા જ કરવાના હોય તેવો એક વધુ કિસ્સો બહાર આવ્યો છે.

એક આરટીઆઈ થી થયેલા ખુલાસામાં મહાનગરપાલિકા ના શાસકોએ મહાનગરપાલિકાની તિજોરીમાંથી લાખોની કિંમતના ચાર iphone ખરીદીને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા ને આપ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મોબાઈલ ખરીદીના બિલ બહાર આવતા હોબાળો મચી ગયો છે. જે બિલ બહાર આવ્યા છે. તેમાં મહાનગરપાલિકાના ખર્ચે 4 iphone xs ખરીદવામાં આવ્યા છે. આ iphone 256 જીબી મેમરી ના છે અને પ્રત્યેક મોબાઇલની કિંમત એક લાખથી વધુની છે.

આ વિવાદ બાદ કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કરીને ભાજપના સાશનાધીકારીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. કાછડીયાએ લખ્યું કે, નોટબંધી જેવાં અવિચારી અને તઘલખી નિર્ણયોનાં કારણે ઘોર મંદીની ઊભી થયેલી ગંભીર સમસ્યાથી આજે સુરત શહેર અને દેશની જનતા પીડાય રહી છે, ‘પારકા પૈસે પરમાર્થ’ કરવા નીકળી પડેલા સુરત શહેરનાં ભાજપી મેયર, ડે. મેયર અને સ્થાઇ સમિતિનાં ચેરમેનશ્રીએ સુરત શહેરની પરસેવાની કમાણીમાંથી રૂપિયા સવા-સવા લાખનાં સેલફોન ઠપકારી લીધાં છે! પ્રજા એક એક પૈસા માટે વલખાં મારી રહી છે અને આ ભાજપી ફતંગ દેવાળિયાઓ બેશરમ થઈને લોકોનાં નાણાં વેડફી રહ્યાં છે! કોના બાપની…?

ઉલ્લેખનીય છે કે પૂર્વ મેયર અસ્મિતા શિરોયા ની ફેરવેલ દરમિયાન મનપા ના કોર્પોરેટરો માટે હજાર રૂપિયાથી વધુની કિંમતના બ્લેઝર બનાવવામાં આવ્યા હતા. જેનો ખર્ચ વિવાદ આવ્યો તે પહેલા મહાનગરપાલિકા ચૂકવશે તેવું કહેવાયું હતું. પરંતુ કોંગ્રેસના બે ચાર નેતાઓએ વિરોધ કર્યા બાદ મેયરે ફેરવી તોળ્યું હતું અને બ્લેઝર નો ખર્ચો પોતપોતાનો રહેશે તેવું બહાર પાડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *