પુષ્પા બાદ ‘ડેવિડ વોર્નર’ પર ચડ્યું KGF નું ભૂત- વાઈલેંસ… વાઈલેંસ… વાઈલેંસ પર બનાવ્યો વિડીયો

દિલ્હી કેપિટલ્સ (DC) ઓપનર ડેવિડ વોર્નર(David Warner) સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તે તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. આ એપિસોડમાં વોર્નરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેટ પકડીને KGF-2 ફિલ્મના ડાયલોગ ‘Violence Violence’ની નકલ કરી રહ્યો છે. વોર્નરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું તમે મને કહી શકો છો કે આ કઈ ફિલ્મની છે?

વોર્નર હોલીવુડની ફિલ્મો કરતાં બોલિવૂડ અને ટોલીવુડની ફિલ્મોમાં વધુ રસ દાખવે છે. આ પહેલા પણ ઘણા ટોલીવુડ અને બોલિવૂડ ગીતો રીક્રિએટ કરવામાં આવ્યા છે અથવા તેમના ડાયલોગ કોપી કરતા જોવા મળ્યા છે. KGF ચેપ્ટર 2એ ડાયરેક્ટર પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત એક એક્શન મૂવી છે અને અભિનેતા યશે તેમાં એક શાનદાર ભૂમિકા ભજવી છે. 14 એપ્રિલે રિલીઝ થયાના પહેલા જ દિવસે, તેણે રેકોર્ડબ્રેક કલેક્શન મેળવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

હાલમાં, તે IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) નો ભાગ છે. IPL 2022ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હીએ 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ વોર્નરને ખરીદવામાં રસ દાખવ્યો હતો.

ગયા સિઝનમાં SRHનો ભાગ હતો વોર્નર: 
ગયા વર્ષે IPLના પહેલા તબક્કામાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ વોર્નરને સનરાઇઝર્સની કેપ્ટનશીપ ગુમાવવી પડી હતી. ત્યાર પછી મેનેજમેન્ટે કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે ટોમ મૂડી અને ડેવિડ વોર્નર બિલકુલ બનતા નથી. જો કે, વિલિયમસન પણ કેપ્ટનશીપ હેઠળ કોઈ કરિશ્મા બનાવી શક્યો ન હતો અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ સિઝનને છેલ્લા સુધી રહીને સિઝનનો અંત કર્યો હતો. વોર્નરે 2021 ઉપરાંત સનરાઇઝર્સ માટે દરેક સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *