આવનારી IPL માં કોણ હશે ગુજરાતની ટીમનો સુકાની- રિપોર્ટમાં સામે આવ્યું આ દિગ્ગજ ખેલાડીનું નામ

Published on: 6:12 pm, Mon, 10 January 22

આઈપીએલ 2022 મેગા હરાજી પહેલાં મોટા સમાચાર આવી રહ્યા છે. ન્યૂ ફ્રેન્ચાઇઝ અમદાવાદ (Ahmedabad Franchise) એ હાર્દિક પંડ્યાને (Hardik Pandya) બનાવવાનું નક્કી કર્યું છે. પ્રથમ સમાચાર એ હતા કે, શ્રેયાસ અય્યર આ ટીમની કમાન સંભાળશે પરંતુ હવે મીડિયા અહેવાલો અનુસાર, ઓલ-રાઉન્ડર્સ હાર્દિક પંડ્યા કેપ્ટન બનશે. રશીદ ખાન (Rashid Khan) પણ અમદાવાદ ફ્રેન્ચાઇઝમાં જોડાશે.

તમને જણાવી દઈએ કે, મુંબઇ ઇન્ડિયન્સે આ વર્ષે હાર્દિક પંડ્યા રિટન કર્યો નથી. ઇંજરીના કારણે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાએ બોલિંગ કરી નથી. સાથોસાથ દિવસેને દિવસે હાર્દિક પંડ્યાનું ફોર્મ ઘટી રહ્યું છે. ઇન્ટરનેશનલ મેચોની વાત કરીએ તો, તેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તું કપાયું છે. પરંતુ હાલ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અમદાવાદ ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને આખી ટીમની કમાન સંભાળવાની જવાબદારી સોંપી રહી છે.

હાર્દિક પંડ્યા IPL કરિયરની ની વાત કરીએ તો, ટોટલ 92 આઈપીએલ મેચ રમી છે. આ 92 મેચમાં હાર્દિક પંડ્યા 1,476 બનાવ્યા છે. સાથોસાથ એવરેજની વાત કરીએ તો 27.33ની એવરેજ સાથે આ રન બનાવ્યા છે. રેકોર્ડ ભલે ગમે તે કહે, પરંતુ હાર્દિક પંડ્યાને બેસ્ટ ફિનીશર તરીકે સમગ્ર દેશ ઓળખી રહ્યો છે. બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારું રહ્યું હતું. 42 વિકેટ સાથે હાર્દિક પંડ્યા ઇન્ડિયાના બેસ્ટ ફિલ્ડર પણ છે.

અફઘાનિસ્તાનના ધુંઆધાર બોલર રાશિદ ખાન પણ અમદાવાદની ટીમમાં જોડાઈ શકે છે. હાલ રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ ટીમમાં રાશિદ ખાન પણ જોડાશે. ત્રીજા ખેલાડી ઇશાન કિશન પણ અમદાવાદ ટીમનો જ એક ભાગ છે. બંને ઓલરાઉન્ડરની સાથે સાથે ગુજરાતની ટીમને વિકેટકીપર પણ મળી ગયો છે. આઇપીએલમાં સૌથી સફળ બોલર તરીકે, રાશીદ ખાને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. માત્ર ૭૬ મેચમાં 93 વિકેટ ઝડપીને સારો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

ઇશાન કિશનની વાત કરીએ તો, હાલમાં જ તેઓ ઇન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કર્યું છે. ઇન્ટરનેશનલ મેચમાં રમવાનો મોકો મળતાં જ ઈશાન કિશનને દરેકનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કર્યું હતું. એક સારા વિકેટકીપરની સાથે સાથે ઈશાન કિશન ધુઆધાર ઓપનર પણ છે. ઇશાન કિશનના IPL કરિયરની વાત કરીએ તો 61 મેચોમાં 1452 બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે 31 જાન્યુઆરી પહેલાં, અમદાવાદ અને લખનઉ ટીમે પોતાના ત્રણ ત્રણ પસંદ કરેલા ખેલાડીઓના નામ જાહેર કરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati ipl, IPL 2022