ચહલે વિકેટ લેતા જ ગાંડી થઇ ધનશ્રી- એવા રિએકશન આપ્યા કે, સોસીયલ મીડિયામાં ફેંસે ઉધડી લીધી

IPL 2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore) વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ(Leg spinner Yuzvendra Chahal)ની…

IPL 2022માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challengers Bangalore) વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ(Leg spinner Yuzvendra Chahal)ની પત્ની ધનશ્રી(Dhanshree)એ આવી પ્રતિક્રિયા આપી, જેને જોઈને ચાહકો પણ ચોંકી ગયા. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીનો આ વીડિયો(Video) સોશિયલ મીડિયા(social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ધનશ્રીનો આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે.

ચહલની પત્ની ધનશ્રીએ આવી પ્રતિક્રિયા આપી હતી:
આ વર્ષે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલા ભૂતપૂર્વ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલર અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે તેની જૂની ટીમ RCB સામે વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની પત્ની ધનશ્રીની પ્રતિક્રિયા જોવા જેવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગની 9મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે આરસીબીના ઓલરાઉન્ડર ડેવિડ વિલીને ક્લીન બોલ્ડ કર્યો, તરત જ સ્ટેન્ડ પર બેઠેલી ધનશ્રી ખુશીથી ઉછળી પડે છે.

નજારો જોઈને ચોંકી ઉઠ્યા ચાહકો: 
ચહલની આ વિકેટથી ધનશ્રી એટલી ખુશ હતી કે તેણે પૂરા જોશથી હાથ હલાવવા લાગી હતી. દ્રશ્ય જોઈને સ્ટેન્ડ પર બેઠેલા અન્ય ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ચહલે તેની ચાર ઓવરના ક્વોટામાં માત્ર 15 રન આપ્યા અને બે વિકેટ લીધી. ચહલ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટે પણ બે વિકેટ ઝડપી હતી પરંતુ બાકીના બોલરોએ રન લૂંટી લીધા હતા જેના કારણે આરસીબીએ મેચ સરળતાથી જીતી લીધી હતી.

બેંગ્લોરે રાજસ્થાનને હરાવ્યું: 
પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 169 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 19.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. એક સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 87/5 હતો, પરંતુ અંતે દિનેશ કાર્તિક (44 અણનમ) અને શાહબાઝ અહેમદ (45 રન)એ 67 રનની મજબૂત ભાગીદારી કરીને RCB માટે હારેલી લડાઈ જીતી લીધી હતી. રાજસ્થાનની આ ટૂર્નામેન્ટમાં આરસીબી સામેની પ્રથમ હાર અને હવે તેને 3 મેચમાં 2 જીત અને એક હાર સાથે ચાર પોઈન્ટ મળ્યા છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસની ટીમ પણ 3 મેચમાંથી બે જીત સાથે 4 પોઈન્ટ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *