IPL 2024 Gujarat Titans: પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જીટીના પ્લેઇંગ 11માં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો મહત્વનો ખેલાડી ડેવિડ મિલર રમ્યો ન હતો અને તેના સ્થાને કેન વિલિયમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટોસ સમયે ગુજરાત ટાઇટન્સ ટીમના(IPL 2024 Gujarat Titans) કેપ્ટન શુભમન ગિલે માહિતી આપી હતી કે મિલર ઈજાના કારણે આ મેચમાં રમી રહ્યો નથી, જોકે તે સમયે તેણે સ્પષ્ટતા કરી ન હતી કે તે આગામી મેચ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં.કેન વિલિયમસને સ્પષ્ટતા કરી હતી.
ડેવિડ મિલર આગામી 1 થી 2 અઠવાડિયા સુધી રમી શકશે નહીં
મિડ-ઈનિંગ બ્રેક દરમિયાન ડેવિડ મિલરની ઈજાના અપડેટ અંગેના પોતાના નિવેદનમાં કેન વિલિયમસને કહ્યું કે તે કદાચ આગામી એકથી બે અઠવાડિયા સુધી મેદાન પર જોવા નહીં મળે, તેની બાદબાકી ચોક્કસપણે અમારી ટીમ માટે મોટો ફટકો છે. પોતાની વાપસી અંગે તેણે કહ્યું કે મેદાન પર આવીને સારું લાગ્યું. આ મેચમાં વિલિયમસનના બેટમાંથી 22 બોલમાં 26 રનની ઈનિંગ જોવા મળી હતી. ગત સિઝનમાં, વિલિયમસન પહેલી જ મેચમાં ઈજાગ્રસ્ત થતાં સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં મિલરે 27 બોલમાં 44 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડેવિડ મિલર 2022ની IPL સિઝનથી ગુજરાતની ટીમનો ભાગ છે.
પંજાબ સામેની હાર બાદ ગુજરાત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે
પંજાબ કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી શાનદાર બેટિંગનું પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં કેપ્ટન શુભમન ગિલે 89 રનની ઇનિંગ રમીને 20 ઓવરમાં ટીમના સ્કોરને 199 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતની ટીમના બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ છેલ્લી ઓવરોમાં નબળી બોલિંગને કારણે જીટીએ પહેલા 1 બોલમાં 3 વિકેટે મેચ ગુમાવી દીધી હતી. આ હારને કારણે ગુજરાત ટાઇટન્સ હવે 4 મેચમાં 2 જીત અને 2 હાર સાથે માત્ર 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સીધા છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 48 બોલમાં 89 રન બનાવ્યા હતા
પંજાબ કિંગ્સ વિરૂદ્ધ ગુજરાત ટાઇટન્સનો 3 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 48 બોલમાં 89 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને આ પડકારને મેળવી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે શશાંક સિંહે સૌથી વધુ 29 બોલમાં 61 રન બનાવ્યા હતા. જ્યારે આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App