મુંબઈ ઈન્ડિયન્સે KKRનું ગૌરવ તોડ્યું: SRH સામે જીત મેળવી IPLનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો

IPL 2025 33rd Match: IPL 2025 ની 33મી મેચ ગુરુવારે (17 એપ્રિલ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ (IPL 2025 33rd Match) હતી. જ્યાં MI 11 બોલ બાકી રહેતા ચાર વિકેટે જીત મેળવવામાં સફળ રહ્યું. મેચ દરમિયાન, પંડ્યા અને કંપનીએ એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી.

તે IPLના ઇતિહાસમાં એક જ મેદાન પર સૌથી વધુ મેચ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈ પહેલા આ મોટી સિદ્ધિ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે નોંધાઈ હતી. જેમણે ઈડન ગાર્ડન્સમાં 28 મેચ જીતી છે, પરંતુ ગઈકાલની મેચ પછી, વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સની કુલ જીતની સંખ્યા 29 થઈ ગઈ છે.

રાજસ્થાન રોયલ્સ ટીમ ટોપ-૫માં ત્રીજા સ્થાને છે. જેમણે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 24 મેચ જીતી છે. બે ટીમોના નામ ચોથા સ્થાને આવે છે. આ બે ટીમો બીજી કોઈ નહીં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ છે. અત્યાર સુધી તેઓએ તેમના ઘરઆંગણે અનુક્રમે 21-21 મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પાંચમા સ્થાને છે. જેમણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 20 મેચ જીતી છે.

એક જ IPL મેદાન પર સૌથી વધુ જીત મેળવનારી ટીમો
29 જીત – વાનખેડે – મુંબઈ ઇન્ડિયન્સ – 47 મેચમાં
28 જીત – કોલકાતા – કોલકાતા નાઈટ રાઈડર્સ – 40 મેચમાં
24 જીત – જયપુર – રાજસ્થાન રોયલ્સ – 31 મેચમાં
21 જીત – બેંગ્લોર – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 41 મેચમાં
21 જીત – હૈદરાબાદ – સનરાઇઝર્સ હૈદરાબાદ – 32 મેચમાં
20 જીત – ચેન્નાઈ – ચેન્નાઈ સુપર કિંગ્સ – 31 મેચમાં