ઋતુરાજ અને ધોની વચ્ચે અણબનાવ? કેપ્ટન પદેથી હટતા જ ઋતુરાજ ગાયકવાડે થાલાને અનફોલો કર્યાની અટકળો

IPL 2025 MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ માટે IPL 2025ની સીઝન ભયંકર રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેની પ્રથમ 6 મેચમાંથી (IPL 2025 MS Dhoni) 5 હારી. છેલ્લી પાંચ મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને સતત 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો નિયમિત કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે IPL 2025માંથી બહાર છે. મહેન્દ્ર સિંહ ધોની ઋતુરાજ ગાયકવાડના સ્થાને આઈપીએલ 2025 ના બાકીના સમય માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ ચાલુ રાખશે.

ધોનીને ઋતુરાજે ઈન્સ્ટાગ્રામ પર કર્યો અનફોલો ?
ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પમાં ખળભળાટ મચી ગયો છે. તે દરમિયાન અચાનક મેદાનની બહારથી આવેલા એક સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રૂતુરાજ ગાયકવાડે મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. ઋતુરાજ ગાયકવાડને કથિત કોણી ફ્રેક્ચરને કારણે IPL 2025 સીઝનમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યા અને ધોનીને ફરીથી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ આ સમાચાર આવ્યા છે.

IPL 2025માંથી બહાર છે ઋતુરાજ ગાયકવાડ
ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે ઋતુરાજ ગાયકવાડ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને MRI સ્કેનથી તે કોણીમાં હેરલાઈન ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું, ત્યારબાદ તેને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્ટીફન ફ્લેમિંગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ‘રુતુરાજ ગાયકવાડની પીડા સાથે સર્જરી થઈ રહી હતી અને કમનસીબે સ્કેનમાં સૌથી ખરાબ સ્થિતિની પુષ્ટિ થઈ છે. તેમણે પુષ્ટિ કરી છે કે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં ધોની ટીમનું નેતૃત્વ કરશે.

ઇન્સ્ટાગ્રામની ઘટનાએ અફવાઓને વધુ વેગ આપ્યો
સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે આ જાહેરાતના થોડા કલાકો બાદ જ રુતુરાજ ગાયકવાડ CSKના ટ્રેનિંગ સેશનમાં જમણા હાથે ફૂટબોલ સ્વિંગ કરતો જોવા મળ્યો હતો. આ એ જ હાથ હતો જેને ફ્રેક્ચર થયું હોવાનું કહેવાય છે. કોમેન્ટેટર આકાશ ચોપરાએ JioHotstar પર ઓન-એર જણાવ્યું હતું કે, ‘જો તેની કોણીમાં ફ્રેક્ચર છે તો તે બોલને કેવી રીતે હેન્ડલ કરી શકે? હું આ સમજી શકતો નથી.’ દરમિયાન, ઇન્સ્ટાગ્રામની ઘટનાએ અફવાઓને વધુ વેગ આપ્યો છે. ઘણા ચાહકો હવે માને છે કે ઋતુરાજ ગાયકવાડ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે મતભેદ હોઈ શકે છે.