IPL 2025 Start Date: ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ બાદ આઈપીએલની ધમાલ શરુ થશે. ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ 9 માર્ચના રોજ છે. ગત્ત સીઝનની તુલનામાં આઈપીએલ 2025ની (IPL 2025 Start Date) સીઝન જલ્દી શરુ થશે. તો ચાલો જાણી લઈએ કયારથી આઈપીએલ 2025ની સીઝન શરુ થશે.
આઈપીએલ 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. આઈપીએલ 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાત હજુ ઓફિશયલ થઈ નથી. તમને જણાવી દઈએ કે, સઉદી અરબના જેદ્દાહમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
2026 અને 2027ની તારીખો જાહેર કરવામાં આવી
ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, BCCIએ તમામ IPL ફ્રેન્ચાઇઝીને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે. માત્ર આગામી સિઝન જ નહીં પરંતુ તે પછી અન્ય બે સિઝન 2026 અને 2027ની તારીખો જાહેર કરવામાં આવી છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બોર્ડે આને માત્ર ટૂર્નામેન્ટની વિન્ડો ગણાવી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ તારીખથી જ ટૂર્નામેન્ટ શરુ થશે. 2026ની સીઝનની શરુઆત 15 માર્ચથી શરુ થશે અને 31 મે સુધી ચાલશે. જ્યારે 2027 સીઝન પણ 14 માર્ચથી શરુ થશે જે 30 મે સુધી ચાલશે.
મેગા ઓક્શન પહેલા એક વધુ ખેલાડીને એન્ટ્રી મળી છે. ટી20 વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર અમેરિકાના બોલર સૌરભ નેત્રવલકરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમજ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે એટલે કે, તેમણે પણ પોતાનું નામ મોકલી દીધું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App