Shubman Gill Viral Video: ગુજરાત ટાઇટન્સ (GT) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે ગુજરાત ટાઇટન્સે (Shubman Gill Viral Video) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું અને વર્તમાન સિઝનમાં પોતાની સાતમી જીત હાંસલ કરી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેઓ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 186 રન જ બનાવી શક્યા.
શુભમન ગિલ ગુસ્સે ભરાયો, બે વાર અમ્પાયર સાથે ઝઘડ્યો
ગુજરાત-હૈદરાબાદ મેચમાં અમ્પાયરોના નિર્ણય પર પણ વિવાદ થયો હતો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ વિવાદના કેન્દ્રમાં રહ્યો હતો. મેચમાં શુભમન ગિલ બે વાર અમ્પાયર સામે ઉગ્ર દલીલ કરતો જોવા મળ્યો હતો. પહેલી વાર શુભમન ગિલ જ્યારે રન આઉટ થયો ત્યાર પછી પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પિત્તો ગુમાવ્યો હતો. આ ઘટના ગુજરાત ટાઇટન્સની ઇનિંગની 13મી ઓવરના છેલ્લા બોલ પછી બની હતી.
શું હતી ઘટના?
તે ઓવરમાં જોસ બટલરે સ્પિનર ઝીશાન અંસારીના છેલ્લા બોલને લેગ સાઈડ તરફ ફટકાર્યો હતો ત્યારે શુભમન ગિલ અને બટલર રન લેવા દોડ્યા. તે સમયે હર્ષલ પટેલે ઝડપથી બોલ પકડી વિકેટકીપર હેનરિક ક્લાસેન તરફ ફેંક્યો હતો. જોકે તેને રન આઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્લાસેનનો ગ્લોવ સ્ટમ્પ પર વાગ્યો અને બોલ પણ સ્ટમ્પ પર વાગ્યો. તે સમયે શુભમન ગિલ ક્રીઝની બહાર હતો, પરંતુ એ સ્પષ્ટ નહોતું કે હેનરિક ક્લાસેનના ગ્લોવથી બેલ્સ પડ્યા કે બોલ સ્ટમ્પ પર વાગવાથી.
આઉટ થયા બાદ મેદાન બહાર અમ્પાયર સાથે ઝઘડ્યો…
ટીવી અમ્પાયર માઈકલ ગોફે ઘણીવાર સુધી નિરીક્ષણ કર્યા બાદ જોયા બાદ શુભમન ગિલને આઉટ જાહેર કર્યો. શુભમન આ દરમિયાન શાંત દેખાયો પણ આઉટ જાહેર થતાં પિત્તો ગુમાવ્યો. જ્યારે શુભમન બાઉન્ડ્રી બહાર પહોંચ્યો ત્યારે તે ત્યાં હાજર ચોથા અમ્પાયર સાથે સમગ્ર મામલા અંગે દલીલ કરતો દેખાયો હતો.
What’s your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀
Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O
— Star Sports (@StarSportsIndia) May 2, 2025
બીજો ઝઘડો ક્યારે થયો?
જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ દરમિયાન શુભમનનો મેચ અધિકારીઓ સાથે બીજી વખત ઝઘડો થયો હતો. 14મી ઓવરનો ચોથો બોલ પ્રસિદ્ધ કૃષ્ણનો ફુલ-ટોસ હતો જે સીધો અભિષેક શર્માના પેડ પર વાગ્યો. ગુજરાતના ખેલાડીઓએ LBW માટે અપીલ કરી, પરંતુ મેદાન પરના અમ્પાયરે તેમને નોટ આઉટ જાહેર કર્યા. આવી સ્થિતિમાં બોલિંગ ટીમે DRS લેવાનો નિર્ણય લીધો. બોલ ટ્રેકિંગ દર્શાવે છે કે બોલ વિકેટ પર અથડાયો હોત, પરંતુ તેની અસર અમ્પાયરના નિર્ણય પર થઈ હોત. આવી સ્થિતિમાં, અભિષેક શર્મા આઉટ થતા બચી ગયો. બોલ ટ્રેકિંગમાં ખામીને કારણે, બોલ ક્યાં પિચ થયો તે દેખાતું ન હતું, ફક્ત ઇફેક્ટ અને વિકેટો દેખાતી હતી. શુભમન ગિલ કદાચ નારાજ હતો કે બોલ ટ્રેકિંગમાં બોલની પિચિંગ બતાવવામાં આવી ન હતી. જો બોલ લેગ-સ્ટમ્પની બહાર પિચ થયો હોત, તો ગુજરાત રિવ્યુ ગુમાવી દેત. ગિલ આ મુદ્દા પર અમ્પાયર સાથે થોડો સમય દલીલ કરે છે. આ બધા વચ્ચે, અભિષેક શર્મા ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને શાંત કરવાનો પ્રયાસ કરે છે.
What’s your take? 👇✍🏻#ShubmanGill seen having a word with the umpire after being given out by the third umpire on a tight call! 👀
Watch the LIVE action ➡ https://t.co/RucOdyBVUf#IPLonJioStar 👉 #GTvSRH | LIVE NOW on SS-1, SS- 1 Hindi & JioHotstar! pic.twitter.com/TPiALXJu8O
— Star Sports (@StarSportsIndia) May 2, 2025
શુભમન ગિલે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી
મેચની વાત કરીએ તો, ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં શુભમન ગિલે સૌથી વધુ સ્કોર બનાવ્યો. તેણે 38 બોલમાં 200 ના સ્ટ્રાઇક રેટથી 76 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી તે રન આઉટ થયો, જેના પર ઘણી ચર્ચા જોવા મળી. જે રીતે તે રન આઉટ થયો તેનાથી પણ વિવાદ સર્જાયો. જે બાદ ગિલ ચોથા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App