IPL 2025 New Schedule: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં IPL 2025ની બાકીની મેચ પર અલ્પવિરામ મુકવામાં આવ્યુ છે. BCCI (IPL 2025 New Schedule) બાકી રહેલી મેચ માટે શેડ્યુલ જલદી જ જાહેર કરી શકે છે. ભારતીય બોર્ડ સરકાર તરફથી પરવાનગીની રાહ જોઇ રહ્યુ છે. સુરક્ષાના કારણોસર વિદેશી ખેલાડીઓને તેમના દેશ પરત મોકલવામાં આવ્યા છે. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે, નવા શેડ્યુલની જાહેરાત બાદ વિદેશી ખેલાડીઓને પરત બોલાવવામાં આવી શકે છે. પરંતુ જે અપડેટ હાલમાં સામે આવ્યા છે. તેને જોતા તમામ ટીમનું ટેન્શન વધી શકે છે.
BCCIએ વધાર્યુ ટીમોનું ટેન્શન !
IPL 2025 સ્થગિત થવાના કારણે BCCIએ જણાવ્યુ છે કે પોતાના દેશ રવાના થઇ ચુકેલા વિદેશી ખેલાડીઓને પરત બોલાવવા પર જોર આપવામાં આવશે નહી. વિદેશી ખેલાડીઓની મરજી હશે તો જ તેઓ બાકીના મેચ માટે પરત ભારત આવી શકે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ ટૂર્નામેન્ટની મેચ રમવા માટે પરત આવવા ઇચ્છતા નથી. આ યાદીમાં પ્રથમ નામ મિચેલ સ્ટાર્કનું છે. સ્ટાર્કે જણાવ્યુ છે કે, તેઓ IPL 2025ની બાકી રહેલી મેચ રમવા માટે ભારત પરત ફરશે નહી. સ્ટાર્કની સાથે જોશ હેજલવુડ પણ IPL 2025ની બાકી મેચ રમવા ભારત પરત ફરવા ના પાડી ચુક્યા છે. જોશ હેજલવુડ ખભાની ઇજાના કારણે ઘાયલ છે. મિચેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે. તો આ તરફ, જોશ હેજલવુડ આરસીબી ટીમમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા.
16મી મેથી શરુ થઇ શકે છે નવી સીઝન
IPL 2025ની બાકી મેચ 16મી મેથી ફરી શરુ થઇ શકે છે. BCCI તમામ મેચનું આયોજન ત્રણથી ચાર સ્થળો પર કરાવી શકે છે. ભારતીય બોર્ડ પ્લેઓફ અને ફાઇનલ મેચના વેન્યુ સાથે છેડછાડ નથી કરવા ઇચ્છતું. તો આ તરફ, ફાઇનલ મેચની તારીખમાં ફેરફાર થઇ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 25ના સ્થાને 30 મેના રોજ રમાઇ શકે છે. IPL 2025ની ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાઇ શકે છે.
ફાઇનલ અમદાવાદમાં યોજાઈ શકે છે
IPL 2025 ની ફાઇનલ અમદાવાદમાં યોજાઈ શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ ફાઇનલ 25 મેના રોજ કોલકાતામાં રમાવાની હતી. પરંતુ આવી રહેલા અહેવાલો જોતાં, ફાઇનલ 30 મે અથવા 1 જૂનના રોજ રમાશે અને સ્થળ અમદાવાદ હોઈ શકે છે.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને એક-એક પોઈન્ટ મળશે
શક્ય છે કે ગુરુવારે રદ થયેલી મેચ માટે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સને એક-એક પોઈન્ટ આપવામાં આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ધર્મશાલામાં મેચ રોકવાની ફરજ પડી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન બનાવ્યા હતા. ખેલાડીઓને બસ દ્વારા પંજાબના જલંધર લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ ટ્રેન દ્વારા દિલ્હી પહોંચ્યા હતા.
ટુર્નામેન્ટની બાકીની મેચો હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને લખનૌમાં યોજાઈ શકે છે. જો બાકીની 16 મેચો માટે ફક્ત ચાર સ્થળો પસંદ કરવામાં આવે, તો દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને ઘરેલુ મેચો યોજવાની તક મળશે નહીં. આનો અર્થ એ થયો કે ટુર્નામેન્ટની બાકીની મેચો હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને લખનૌ સુધી મર્યાદિત રહેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા છે અને સાત ટીમો ચાર પ્લેઓફ સ્થાનો માટે દાવેદાર છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App