RCB પર પૈસાનો વરસાદ: કોહલીનું ‘વિરાટ’ સપનું 18 વર્ષે સાકાર, ખેલાડીઓ પણ માલામાલ

IPL 2025 Prize Money: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનનું ટાઇટલ જીત્યું હતું. 3 જૂન (મંગળવાર) ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (IPL 2025 Prize Money) ખાતે રમાયેલી ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રને હરાવ્યું હતું. RCB પહેલીવાર IPL ચેમ્પિયન બન્યું છે, પરંતુ પંજાબ કિંગ્સની પહેલી ટાઇટલ જીતની રાહ હજુ પણ યથાવત છે.

IPL 2025માં ફાઇનલ પછી એક એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્પિયન અને રનર-અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો હતો. આ ઉપરાંત, ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 20 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે રનર-અપ પંજાબ કિંગ્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા હતા.

IPL 2025માં ટોચની 4 ટીમોની ઈનામી રકમ

વિજેતા ટીમ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) – રૂપિયા 20 કરોડ
રનર-અપ (પંજાબ કિંગ્સ) – રૂપિયા 12.5 કરોડ
ત્રીજા નંબરની ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ) – રૂપિયા 7 કરોડ
ચોથા નંબરની ટીમ (ગુજરાત ટાઇટન્સ) – રૂપિયા 6.5 કરોડ

આ લોકોને પણ પુરસ્કારો મળ્યા
સીઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – સાઈ સુદર્શન (759 રન), રૂપિયા 10 લાખ
સીઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – પ્રસિદ્ધ કૃષ્ણા (25 વિકેટ), રૂપિયા 10 લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન – સાઈ સુદર્શન, રૂપિયા 10 લાખ
મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સીઝન- સૂર્યકુમાર યાદવ, રૂપિયા 15 લાખ
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન – વૈભવ સૂર્યવંશી, ટાટા કર્વ EV કાર
સીઝનમાં સૌથી વધુ છગ્ગા – નિકોલસ પૂરન, રૂપિયા 10 લાખ
સીઝનમા સૌથી વધુ ડોટ બોલ- મોહમ્મદ સિરાજ, 10 લાખ રૂપિયા
સીઝનનો શ્રેષ્ઠ કેચ – કમિન્દુ મેન્ડિસ, 10 લાખ રૂપિયા
સીઝનમાં સૌથી વધુ ચોગ્ગા – સાઈ સુદર્શન, 10 લાખ રૂપિયા
Fair Play Award: ચેન્નઈ સુપર કિંગ્સ
પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ: ડીડીસીએ (દિલ્હી ડિસ્ટ્રિક્ટ એન્ડ ક્રિકેટ એસોસિએશન), 50 લાખ રૂપિયા

ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરવા માટેના એવોર્ડ
પ્લેયર ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ: જીતેશ શર્મા
ફેન્ટસી પ્લેયર ઓફ ધ મેચ: શશાંક સિંહ
સુપર સિક્સ ઓફ ધ મેચ: શશાંક સિંહ
ઓન ધ ગો-4 ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
ગ્રીન ડોટ બોલ ઓફ ધ મેચ: કૃણાલ પંડ્યા
આઈપીએલ 2025માં સૌથી વધુ રન

સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) – 759 રન
સૂર્યકુમાર યાદવ (મુંબઈ ઇન્ડિયન્સ) – 719 રન
વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) – 657 રન
શુભમન ગિલ (ગુજરાત ટાઇટન્સ)- 650 રન
મિશેલ માર્શ (ગુજરાત ટાઇટન્સ)- 627 રન
આઈપીએલ 2025માં સૌથી વધુ વિકેટ

પ્રસિદ્ધ કૃષ્ણા (ગુજરાત ટાઇટન્સ)- 25 વિકેટ
નૂર અહેમદ (ચેન્નઈ સુપર કિંગ્સ)- 24 વિકેટ
જોશ હેઝલવુડ (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)- 22 વિકેટ
ટ્રેન્ટ બોલ્ટ (મુંબઈ ઇન્ડિયન્સ)- 22 વિકેટ
અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ)- 21 વિકેટ