IPL 2025: આજે ગુજરાત ટાઈટન્સને રોયલ જીતની જરૂર: RCB સામે થશે ટક્કર, હેડ ટુ હેડ રેકોર્ડ્સમાં બેંગલુરુ આગળ

IPL 2025 RCB vs GT: IPL 2025ની 14મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ RCB ના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (IPL 2025 RCB vs GT) ખાતે રમાશે. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCB એ આ સીઝનમાં શાનદાર શરૂઆત કરી છે. બેંગલુરુએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. આરસીબીએ આઈપીએલની 18મી સીઝનની શાનદાર શરૂઆત ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા અને ચેપોક ખાતે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને કરી છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આ સીઝન તેમના માટે અપેક્ષા મુજબ રહી નથી. ગુજરાત ટાઇટન્સે સીઝનની પોતાની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જ્યાં તેઓ 11 રનથી હારી ગયા હતા. તેની બીજી મેચમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં હવે બંને ટીમોનો પ્રયાસ આ મેચ જીતવાનો અને પોતાનો વિજય ક્રમ જાળવી રાખવાનો રહેશે.

બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
જો આપણે આ બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો RCB ત્યાં થોડી આગળ હોય તેવું લાગે છે. IPLના ઇતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પાંચ વખત એકબીજા સામે ટકરાઈ છે. જેમાંથી RCB એ 3 મેચ જીતી છે, જ્યારે GT એ બે મેચ જીતી છે. ગયા સીઝનમાં બંને ટીમો બે વાર એકબીજા સામે ટકરાઈ હતી, જ્યાં RCB બંને વખત વિજયી રહ્યું હતું. IPL 2024માં RCB અને ગુજરાત વચ્ચેની પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં બેંગલુરુએ 9 વિકેટથી જીત મેળવી હતી. જ્યારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં આરસીબીએ ગુજરાતને 4 વિકેટે હરાવ્યું હતું.

આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા.