Vaibhav Suryavanshi Video: જે ઉંમરે બાળકો 10મા ધોરણની પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવશે તેની ચિંતા કરતા હોય છે, તે ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટની (Vaibhav Suryavanshi Video) મોટી કસોટી પાસ કરી છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અને તેનો પરિવાર 19મી એપ્રિલની તારીખ ક્યારેય ભૂલી શકશે નહીં. બિહારના સમસ્તીપુરનો રહેવાસી વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો.
આઉટ થયા બાદ વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો. આ યુવા ખેલાડીએ પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને જાહેરાત કરી કે ભલે તે યુવાન છે, બોલરોએ તેને બાળક માનવાની ભૂલ ન કરવી જોઈએ.વૈભવ સૂર્યવંશીએ 20 બોલમાં 34 રનની ઈનિંગ રમી. તેણે પોતાની ઇનિંગની શરૂઆત શાનદાર સિક્સરથી કરી. વૈભવને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે એડન માર્કરમની બોલિંગમાં સ્ટમ્પ આઉટ કર્યો. સ્ક્રીન પર ‘આઉટ’ ઝબકતાંની સાથે જ વૈભવ પેવેલિયન તરફ ચાલવા લાગ્યો. જ્યારે તેણે પોતાનું હેલ્મેટ ઉતાર્યું, ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા.
વૈભવ સૂર્યવંશી IPLનો સૌથી યુવા ખેલાડી બન્યો
રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે. તે 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેણે જે રીતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે, તેનો અંત વધુ વિસ્ફોટક હશે. વૈભવે આરસીબીના પ્રયાસ રોય બર્મનનો રેકોર્ડ તોડ્યો, જેમણે 16 વર્ષ અને 157 દિવસની ઉંમરે આઈપીએલ 2019માં ડેબ્યૂ કર્યું હતું.
𝐌𝐀𝐊𝐈𝐍𝐆. 𝐀. 𝐒𝐓𝐀𝐓𝐄𝐌𝐄𝐍𝐓 🫡
Welcome to #TATAIPL, Vaibhav Suryavanshi 🤝
Updates ▶️ https://t.co/02MS6ICvQl#RRvLSG | @rajasthanroyals pic.twitter.com/MizhfSax4q
— IndianPremierLeague (@IPL) April 19, 2025
VAIBHAV SURYAVANSHI GOT EMOTIONAL AFTER HIS DISMISSAL. pic.twitter.com/Z2eklIyDiB
— VIKAS (@VikasYadav69014) April 20, 2025
વૈભવના રેકોર્ડ
IPL કોન્ટ્રાક્ટ મેળવનાર સૌથી યુવા ખેલાડીઓમાં વૈભવ સૂર્યવંશીનું નામ સામેલ છે. રાજસ્થાને તેને 1 કરોડ રૂપિયાથી વધુ રકમમાં જોડ્યો. આ ઉપરાંત, વૈભવ અંડર-19 ટેસ્ટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. વૈભવે 58 બોલમાં સદી ફટકારી હતી. અંડર-19 એશિયા કપમાં તેણે 176 રન બનાવીને ઘણી ખ્યાતિ મેળવી. આ ઉપરાંત, તેણે ઘરેલુ સર્કિટમાં ત્રેવડી સદી ફટકારી હતી.
તાજેતરમાં જ તેણે નેટમાં જોફ્રા આર્ચરનો પણ સામનો કર્યો હતો. 19 એપ્રિલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચમાં, લખનૌની ટીમે છેલ્લી ઓવરના રોમાંચક પ્રદર્શનમાં 2 રનથી મેચ જીતી લીધી. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ અવેશ ખાને શાનદાર બોલિંગ કરી અને પોતાની ટીમને 2 રનથી મેચ જીતી લીધી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App