IPL 2024 Auction Pat Cummins: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2024)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી દુબઈમાં શરૂ થઈ ગઈ છે. પ્રથમ વખત આઈપીએલની હરાજી દેશની બહાર થઈ રહી છે. આ હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ સામેલ છે, જેમાંથી બે ખેલાડીઓ સહયોગી દેશોના પણ છે. આ સિવાય આ હરાજીમાં 116 કેપ્ડ અને 215 અનકેપ્ડ પ્લેયર્સને સામેલ કરવામાં આવશે. મીની હરાજીમાં, 10 ફ્રેન્ચાઇઝીએ 77 સ્લોટ ભરવાના છે, જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે આરક્ષિત છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી છે.(IPL 2024 Auction Pat Cummins) વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ બીજા સ્થાને છે.
ટાઈટલ જીતનારી ટીમો વિશે વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ ટ્રોફી સૌથી વધુ 5 વખત જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત ટાઈટલ જીતી ચૂકી છે. તે જ સમયે, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ 1-1 વખત ચેમ્પિયન બની છે. આ સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ અત્યાર સુધી ચેમ્પિયન બની શકી નથી.
IPL 2024 ની હરાજીમાં પેટ કમિન્સને સનરાઈડર્સ હૈદરાબાદે 20 કરોડ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હરાજીના પ્રથમ રાઉન્ડમાં, પ્રથમ બોલી રોમન પોવેલ પર લગાવવામાં આવી હતી, જેને રાજસ્થાન રોયલ્સ દ્વારા 7.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હરાજીના પ્રથમ સેટમાં વેચાયેલો છેલ્લો ખેલાડી ટ્રેવિસ હેડ હતો, જેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કરુણ નાયર, મનીષ પાંડે, સ્ટીવ સ્મિથ અને દક્ષિણ આફ્રિકાના રિલે રૂસી પ્રથમ સેટમાં વેચાયા વગરના રહ્યા.
HISTORY. 💥
Pat Cummins is a #Riser 🧡#HereWeGOrange pic.twitter.com/yZPPDiZRVS
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2023
કેવો છે પેટ કમિન્સનો IPL રેકોર્ડ?(IPL 2024 Auction Pat Cummins)
પેટ કમિન્સે 2014માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે આ લીગમાં અત્યાર સુધી 42 મેચ રમી છે. બોલિંગ અને બેટિંગની સાથે સાથે તે સારી કેપ્ટનશીપ સામગ્રી પણ છે. તેમની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ અને વનડેની ચેમ્પિયન છે. તે 2021માં T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. હવે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPLમાં તેના નામે 45 વિકેટ અને 379 રન છે.
આ છે IPL ના સૌથી મોંઘા ખેલાડીઓ:
ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કમિન્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે તેના માટે ઉગ્ર બોલી લાગી હતી. અંતે સનરાઇઝર્સનો વિજય થયો હતો.
પોવેલની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી. તેને રાજસ્થાન રોયલ્સે 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સે તેના પૂર્વ ખેલાડી શાર્દુલ ઠાકુરને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી.
ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી
શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરાંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની મૂળ કિંમત પણ હતી.
અફઘાનિસ્તાનના ખેલાડી અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે તેની મૂળ કિંમત (રૂ. 50 લાખ)માં ખરીદ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube