ગુજરાતમાં કોરોનાનાં કારણે અગાઉ સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર રહ્યું હતું. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેન્ડરને કાબુમાં લાવનારા IPS હરેશ દુધાતને સુરત મોકલવામાં આવ્યા છે. સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા તેને રોકવા માટે રાજ્ય સરકારે હરેશ દુધાતને મહત્વની જવાબદારી સોપી છે. હરીશ દુધાત હવે સુરતમાં સુપર સ્પ્રેન્ડરને રોકવાનો પ્રયાસ કરશે.
સુરતમાં કન્ટેઇનમેન્ટ ઝોન જેવા વિસ્તારમાં કોરોનાનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે અમદાવાદમાં જ્યારે કરફ્યૂ કરવામાં આવ્યુ હતું. તે સમયે શું કરવુ અને શું ના કરવુ તેને લઇને કેટલાક અધિકારીઓને વિશેષ જવાબદારી સોપવામાં આવી હતી. હવે આ સ્ટ્રેટેજીને સુરતમાં પણ અપનાવવામાં આવી રહી છે.
CID ક્રાઇમના હરેશ દુધાત અને SRPના એક મહિલા અધિકારીને તાત્કાલિક સુરતના કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અધિકારીઓ અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી. આ અધિકારીઓ હવે સુરતમાં અલગ અલગ સોસાયટીમાં જઈને લોકોને કોરોનાની માહિતી આપે છે. તેમજ કહે છે કે, કોરોના સામે લડવું એનાં કરતા એનાથી બચવું સારું છે. તમને તકલીફ હશે તો પોલીસ તમારી સાથે છે પણ ગાંઠીયા ભજીયા પાર્ટી ન કરો. નહીં તો બધી બહાદુરી અહીંયા જ રહી જશે અને કોરોના તમારા ઘરમાં આવી જશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમરેલીના SP નિર્લિપ્ત રાઈ સુરત મોકલાઈ રહ્યા છે તેવી વાત સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી. પરંતુ આ વાતને ગૃહ વિભાગ તરફથી કોઈ રદિયો આપવામાં આવ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news