ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં નીપજ્યું મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ

Iran Presidential Helicopter Crash: ઈરાનમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી (Iran Presidential Helicopter Crash) ને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના ક્રેશ થયા બાદ આખા ઈરાનના લોકો રાષ્ટ્રપતિને લઈને ચિંતત છે. ઈરાની રેસ્ક્યુ ગ્રુપ રેડ ક્રેસેન્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘રેડ ક્રેસન્ટની શોધ અને બચાવ ટીમો રાષ્ટ્રપતિ રઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરના દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.’ જોકે, રાષ્ટ્રપતિ રઈસી અને તેમના સાથીઓ જીવત છે કે નહીં તેના વિશે કોઈ જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી.

રેસ્ક્યુ ટીમ પહોંચી દુર્ઘટના સ્થળે
ઈરાની એજન્સીઓના જણાવ્યા અનસુરા, હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી (Ebrahim Raisi)ના બચવાની શક્યતાઓ ઘણી ઓછી છે. સમાચાર એજન્સી રોયટર્સે ઈરાનના એક અધિકારીને ટાંકીને કહ્યું કે રેસ્ક્યુ ટીમો દુર્ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી બરફીલા હવામાન વચ્ચે પર્વતીય વિસ્તારમાં સર્જાયેલી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવિત બચ્યા હશે તેવી આશા ઘણી ઓછી છે.

ત્રણ હેલિકોપ્ટર હતા સામેલ
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે સુરક્ષિત રીતે પરત ફર્યા, પરંતુ જે હેલિકોપ્ટરમાં ઈબ્રાહિમ રઈસીની સાથે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા મોહમ્મદ અલી આલે-હાશેમ પણ સવાર હતા તે હેલિકોપ્ટર પરત આવ્યું નથી. આ ત્રીજુ હેલિકોપ્ટર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

સતત ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
તમને જણાવી દઈએ કે ઈરાનના સમય અનુસાર આ દુર્ઘટના રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ 3 વાગ્યે) સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જેમાં 40 ટીમો લાગેલી છે.

કોણ હતા ઈબ્રાહિમ રઈસી?
ઈબ્રાહિમ રઈસીનો જન્મ 14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં થયો હતો. આ શહેરમાં એક મસ્જિદ પણ છે જે શિયા મુસ્લિમો માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. નાની ઉંમરમાં જ તેઓ ઉચ્ચ પદ પર પહોંચી ગયા હતા. જ્યારે,રઈસીના પિતા મૌલવી હતા. તે જ સમયે, જ્યારે રઈસી 5 વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ પછી, 15 વર્ષની ઉંમરે, તેણે ક્યુમ શહેરમાં સ્થિત એક શિયા સંસ્થામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.

ઈબ્રાહિમ રઈસી વિશે કહેવાતુ હતું કે તેઓ કટ્ટરવાદી વિચારધારાના અનુયાયી હતા. રઈસી ઈરાનની સૌથી ધનિક સામાજિક સંસ્થા અને મશહાદ શહેરમાં આઠમા શિયા ઈમામ અલી રેઝાના પવિત્ર દરગાહ અસ્તાન-એ-કુદ્સના આશ્રયદાતા પણ રહી ચૂક્યા હતા.