હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને તમે કદાચ સપનામાં પણ નહી વિચાર્યું હોય! અહીં એક બાળકનો ત્રણ-ત્રણ જનનાંગ સાથે જન્મ થયો છે. ડોક્ટરો જણાવતાં કહે છે કે, તેમણે આવો સૌપ્રથમ કિસ્સો જોયો છે કે, જેમાં કોઇ બાળક પાસે એકથી વધારે પ્રાઇવેટ પાર્ટ હોય.
સામાન્ય રીતે હાથ-પગની આંગળીઓની સંખ્યામાં ઘટાડો અથવા તો વધારો થઈ શકે છે પણ જનનાંગોના કેસમાં તેમણે આવું સૌપ્રથમવખત જોયું છે. આ બાળક સાથે ચમત્કાર સર્જાયો છે. આ બાળકના ત્રણમાંથી એક જનનાંગ 2 સેમી લાંબું જયારે બીજુ એક સેમી.
જો કે, આ મુખ્ય જનનાંગો સાથે હતું પણ આ ઘટના સામાન્ય નથી એટલે કે, કોઇ શારીરિક કાર્યમાં સામેલ થઇ શકે નહી. ડોક્ટરો જણાવે છે કે, તેને 2 વધારાના જનનાંગોને ઓપરેશન કર્યાં પછી હટાવી દેવામાં આવશે. ડોક્ટરોનું જણાવવું છે કે, આમ પ્રેગ્નેસી વખતે કોઇ સમસ્યાને કારણે થઇ શકે છે અથવા તો પારિવારિક અનુવાંશિક ઇતિહાસ પણ જવાબદાર હોઇ શકે છે.
આ બાળકના 3 જનનાંગો સાથે જન્મની ઘટના અતિદુર્લભ છે પણ આ સૌપ્રથમ આવો કેસ નથી. આવી ઘટનાને સુપરનૂમેરરનો મામલો કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 50 થી 60 લાખ બાળકોના જન્મમાં આવો કિસ્સો જોવા મળતો હોય છે. જો કે, અત્યાર સુધી 2 જનનાંગોની સાથે જન્મનાં અંદાજે 100 કેસ સામે આવ્યા છે પણ 3 જનનાંગોની સાથે જન્મનો આ સૌપ્રથમ કિસ્સો છે. આ દુર્લભ ઘટના ઇરાકમાંથી સામે આવી છે.
વૈજ્ઞાનિકોએ આપ્યું ટ્રાઇફાલિયાનું નામ :
આ બાળકના જન્મ મામલે વૈજ્ઞાનિક દ્વારા ટ્રાઇફાલિયાનું નામ આપવામાં આવ્યું છે. આની વિશે એક ઇન્ટરનેશનલ કેસ સ્ટડી પણ પ્રકાશિત થઇ ચૂકયો છે કે, જે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં છાપવામાં આવી હતી. આવો સૌપ્રથમ કિસ્સો ભારતમાં વર્ષ 2015માં સામે આવ્યો હતો. જો કે, આ કિસ્સામાં ડોક્ટરી પુરાવા મળ્યા ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.