ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર, જાણો વિગતવાર

Gujarat Board 10th Result 2024: ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્રારા ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10 (Gujarat Board 10th Result 2024) નું પરિણામ 82.56 ટકા જેટલું આવ્યું છે. રાજ્યમાં ધોરણ-10માં 100 ટકા પરિણામ ધરાવતા બે કેન્દ્રો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યનું દાલોદ કેન્દ્ર પર 100 ટકા પરિણામ અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા કેન્દ્ર 100 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ભાવનગરનું તડ કેન્દ્ર બન્યું છે. તડ કેન્દ્ર પર 41.13 ટકા જેટલું પરિણામ આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધી પાનીનું પણ નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતીના અમલીકરણ બાદ અત્યાર સુધીનું ધો.10નું સૌથી શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે. આ સાથે તેમને કહ્યું છે કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા પણ આપી શકશે.

રાજ્યમાં ધો. 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર બન્યો છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાનું પરિણામ 87.22 ટકા જેટલું નોંધાયું છે. આ સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર બન્યો છે. પોરબંદર જિલ્લાનું પરિણામ 74.57 ટકા આવ્યું છે. રાજ્યમાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 તો 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 264 હોવાનું સામે આવી રહ્યું છે.


ગ્રેડવાઈઝ વિદ્યાર્થીઓની સંખ્યા

ધોરણ-10ના પરિણામમાં વિદ્યાર્થીનીઓ અવ્વલ
રાજ્યમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓનુ પરિણામ 79.12 ટકા નોંધાયું છે. જેમાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 23,247, A2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 78,893, B1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,18,710, B2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,43,894, C1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 1,34,432, C2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 72,252 અને D ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 6110 હોવાનુ સામે આવી રહ્યું છે.


ગયા વર્ષના પરિણામ સાથે સરખામણી

માધ્યમિક શિક્ષણ બોર્ડ ચેરમેન બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે, ગુજરાતી માધ્યમનું પરિણામ 81.17 ટકા આવ્યું છે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.52 ટકા પરિણામ આવી રહ્યું છે. હિંદી માધ્યમનું પરિણામ 75.90 ટકા પરિણામ છે. આ સાથે નવી શિક્ષણ નીતીના અમલીકરણ પછી અત્યારસુધીનું ધો.10નું સૌથી શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે. 99 કરતા વધુ પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થાઓ 6686 છે. આ સાથે તેમણે કહ્યું છે કે, ત્રણ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પુરક પરિક્ષા આપી શકશે.

સુરતનો સમગ્ર ગુજરાતમાં ડંકો
સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જેના પગલે સ્કૂલે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી રહ્યા હતા. સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 12930, B-1માં 15207 વિદ્યાર્થી પાસ થયા છે.