હાલમાં જ એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિના શરીરમાંથી આખે આખો લોખંડનો સળિયો પસાર થઇ ગયો છે. જો વાત કરવામાં આવે તો મુંબઈ(Mumbai)થી 50 કિલોમીટર દૂર બદલાપુર(Badlapur)માં એક કાળજું કંપી ઉઠે તે પ્રકારની ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડીંગમાંથી લોખંડનો સળિયો નીચે ઉભેલા યુવક પર પડ્યો હતો જે યુવકના શરીરની આરપાર થઈ ગયો હતો. જ્યારે લોકોએ યુવકને જોયો ત્યારે તેઓ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, યુવકનું ઓપરેશન કરીને તેને કાઢી લેવામાં આવ્યો છે. તેમની હાલત હાલમાં સ્થિર છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના થાણેકર પેલેસિયો હાઉસિંગ પ્રોજેક્ટની જણાવવામાં આવી રહી છે. બદલાપુર પૂર્વમાં પનવેલકર હાઇવે પાસે થાણેકર પેલેસિયો હાઉસિંગ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત અહીં માર્ટ શરૂ કરવામાં આવી રહી છે. 26 વર્ષીય મજૂર સત્યપ્રકાશ તિવારી આ દુકાનની બહાર સાંજે 4.30 વાગ્યે સીસીટીવી કેમેરા લગાવી રહ્યો હતો.
આ બિલ્ડીંગના નિર્માણ કાર્ય વચ્ચે અચાનક આઠમા માળેથી લોખંડનો સળિયો નીચે પડ્યો હતો. આ રેબાર મજૂર સત્યપ્રકાશના શરીરમાં ઘૂસી ગયો અને શરીરની આરપાર થઇ ગયો હતો. આ ઘટના બાદ સ્થળ પર કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સત્યપ્રકાશને તાત્કાલિક ગાંધી ચોક ખાતેની નિર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કરીને શરીરમાં ઘૂસી ગયેલ લોખંડનો સળિયો કાઢી નાખ્યો છે. બદલાપુર પૂર્વ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક અનિલ પૌડવાલે જણાવતા કહ્યું છે કે, ઓપરેશન બાદ દર્દીની હાલત સ્થિર છે. આ મામલે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ કેસ નોંધાયો નથી. આ ઘટના અંગે જ્યારે થાણેકર પેલેસીયો હાઉસિંગ પ્રોજેક્ટના ડેવલપર અજય થાણેકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.