148th Birth Anniversary of Sardar Patel: આજે 31 ઓક્ટોબર છે.એટલે કે, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયતિ. આપણે સરદાર પટેલેને લોંખડી પુરુષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી તરીકે આપણે બધા તેમને ઓળખીએ છીએ. પરંતુ ભાગ્યે જ મોટા ભાગના લોકો જાણતા હશે કે, લોખંડી પુરુષ સરદાર પટેલનો અમદાવાદ સાથે પણ અનેરો નાતો ધરાવે છે.સરદાર પટેલની જન્મ જયંતિ પર આજે આપને સરદાર પટેલના અમદાવાદ સાથેના જોડાણ, અમદાવાદના વિકાસમાં કરેલા યોગદાન તેમજ અમદાવાદ મનપા ચૂંટણી થકી કરેલી રાજકીય કારકિર્દીની શરૂઆતથી પણ પરિચિત કરવાના છીએ.
31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો જન્મ
આ એજ દિવસ છે જ્યારે દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલનો(148th Birth Anniversary of Sardar Patel) જન્મ થયો હતો. ત્યારે આજ લોખંડી પુરુષના જન્મદિવસ પર તેમના અમદાવાદ સાથેના સબંધ અંગે પણ આજે લોકોને જણાવવાનો સમય છે. કારણ કે, દેશને આઝાદ કરાવવામાં અનોખું યોગદાન આપનાર સરદાર પટેલની કર્મભૂમિ અમદાવાદને કહેવામાં આવે છે.એટલું જ નહીં સરદાર પટેલે રાજકીય કારકિર્દીની શરૂઆત પણ અમદાવાદથી જ શરુ કરવામાં આવી હતી.
જોકે દેશની આઝાદી માટે લોકોને જગાડનાર સરદારે પોતાના જીવનમાં ક્યારેય પાછા વળીને જોયું નથી. આઝાદીની લડાઈમાં તેમણે અંગ્રેજો સામે બે મોટા આંદોલન બોરસદ સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. સરદાર આજે પણ આપણા માટે પ્રેરણા છે.કારણ કે, તેણે ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ દેશને એક કરવામાં પણ ખુબ જ મોટી ભૂમકિા ભજવી હતી. રાજા-રજવાડાને ભારતમાં જોડવાનું કામ પણ તેમને કર્યું હતું. આમ સરદારની અનેક યાદો છે જેની ચર્ચા કરીએ એટલી ઓછા છે.
રાજકીય સફર
અમદાવાદ સાથેના સરદારના સંબંધની વાત કરીએ તો. સરદાર પટેલ 5મી જાન્યુઆરી 1917માં અમદાવાદના દરિયાપુર વોર્ડમાંથી પહેલી વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી લડયા હતા. જેમાં 1 મતથી તેમનો વિજય થયો હતો. જોકે ત્યાર બાદ કોર્ટે દ્રારા આ ચૂંટણી રદ કરવામાં આવી હતી. જોકે ત્યાર પછી 14 મે 1917થી 31 માર્ચ 1919 સુધી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. ત્યાર પછી તેઓ 1924માં અમદાવાદ મ્યુનિસિપાર્ટીમા ફરી એક વાર કોગેસમાંથી દરિયારપુર વોર્ડ ચૂંટણી જીત્યા હતા.
અને 1924 થી 1927 સુધી સરદાર પટેલ અમદાવાદના મેયર પદે તરીકે રહ્યા હતા. તે અરસામાં અમદાવાદ 12 દરવાજા વચ્ચે વોલ સિટીની ઓળખ ધરાવતું હતું. મેયર બન્યા પછી સરદાર પટેલે વિકાસ કામો થકી અમદાવાદને નવા રંગરૂપ પણ આપ્યા.જેમાં તેમણે આરોગ્ય માટે V.S.હોસ્પિટલ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ તેમજ 12 દરવાજા બહારના અમદાવાદના વિસ્તાર માટે અનોખું પોતાનું યોગદાન આપ્યું.
સરદાર વલ્લભભાઇ પટેલનું મૃત્યું 1950માં ડીસેમ્બર મહિનામાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો મોટો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube