ઘરમાં લાલ અને કાળી કીડીઓનું નીકળવું શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર મુજબ

Red-Black Ants Predict: ઘરમાં કિડી અને ગરોળી જેવા જીવોનુ નિકળવુ સામાન્ય વાત છે. પરંતુ આ ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓનો સંકેત (Red-Black Ants Predict) આપે છે. આવો જાણીએ ઘરમાં કાળી અથવા લાલ કીડી નિકળવાનો શુ અર્થ થાય છે.

ઘરમાં લાલ કિડી અથવા કાળી કિડી નિકળવી અનેક પ્રકારના સંકેત આપે છે
ઘરમાં કિડીઓનુ નિકળવુ સામાન્ય ઘટના લાગી શકે છે. પરંતુ તેનો અર્થ વધુ ખાસ હોય છે. જો કે, ભીનાશ, ગંદકી અને ખાવાના સામાનવાળી જગ્યા પર કીડીઓ દેખાઈ શકે છે. ઘરમાં લાલ કિડી અથવા કાળી કિડીનુ નિકળવુ અનેક પ્રકારના શુભ-અશુભ સંકેત આપે છે. ઘરમાં કિડીઓને નિકળવાની દિશા, તેમનો વ્યવહાર જણાવે છે કે તમને ધનલાભ થવાનો છે કે ધન હાનિ. આ ઉપરાંત કિડીઓનુ નિકળવુ એવુ પણ જણાવે છે કે ભવિષ્યમાં તમને કારકિર્દીમાં નવી તક મળવાની છે.

ઘરમાં લાલ કિડી નિકળવાનો અર્થ
ઘરમાં અચાનક ઘણી બધી લાલ કિડીઓનુ દેખાવુ સારું માનવામાં આવતુ નથી. ઘરમાં લાલ કિડીનુ દેખાવુ જણાવે છે કે તમને ધન હાનિ થવાની છે અને તમારે લોન લેવી પડી શકે છે. સારું રહેશે કે વારંવાર ઘરમાં લાલ કિડી દેખાય તો સંતર્ક થઇ જાઓ અને ધન મામલે સાવધાની રાખો. આ સાથે તમારા ઈષ્ટ દેવની આરાધના કરો. લાલ કિડીઓને આવતી રોકવા માટે તેના સ્થાને લવિંગ, લીંબુ અને કપૂર વગેરે રાખો.

ઘરમાં કાળી કિડીને આવવાનો અર્થ
ઘરમાં અચાનક કાળી કિડીઓ દેખાય તેને અત્યંત શુભ માનવાામાં આવે છે. કાળી કિડીઓ આવવાનો અર્થ છે કે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે. તમને કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે. ધન લાભ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. તમને જૂની સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. જ્યારે પણ ઘરમાં કાળી કિડીઓ દેખાય ત્યારે તેને લોટ અથવા ખાંડ ખાવા માટે નાખો.