એવું તો શું દુઃખ આવી ગયું કે, પ્રેમી-પંખીડાની કૂવામાં લગાવી મોતની છલાંગ- જાણો વિગતે

હાલમાં આત્મહત્યાના બનાવોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. લોકો નાની નાની બાબતમાં આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. આ દરમિયાન ફરી એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં એક પ્રેમી પંખીડાએ કુવામાં પડી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

વાંસદા તાલુકાના અંકલાછ ગામે સંબંધીને ત્યાં વલસાડ નગરપાલિકાના સફાઈ કામદારે તેની પ્રેમિકા સાથે આવી કૂવામાં પડી આત્મહત્યા કરતા હોબાળો મચી ગયો હતો. વલસાડમાં ધોબી તળાવ સહયોગ સોસાયટીમાં રહેતો અને વલસાડ નગરપાલિકામાં સફાઈ કામદારની ફરજ બજાવતો કિશોર મંગુભાઇ ગાંવિતના 8 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા.

તેને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે. કિશોરને વલસાડના ધોબી તળાવમાં રહેતી વિધવા વૈશાલી કિરીટભાઈ નાયકા સાથે પ્રેમસંબંધ હતો. કિશોર અને વૈશાલી શનિવારે સાંજે મોપેડ પર વૈશાલીના બે છોકરા સાથે વાંસદા તાલુકાના અંકલાછ ગામે રહેતા તેમના સંબંધી રાયસિંગભાઈ ગાંવિતના ઘરે ગયા હતા.

કિશોર ગાંવિત અને વૈશાલી નાયકા તેના છોકરાને અંકલાછ મૂકી રવિવારે સવારે મોપેડ પર ક્યાંક ગયા હતા. રાત્રે 10 વાગ્યાના અરસામાં તેમની મોપેડ અને ચંપલ રાયસિંગ ભાઈના ઘર પાસે આવેલા કૂવાની બાજુમાં દેખાયા હતા પરંતુ તેઓ નજરે નહીં પડતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન કૂવામાંથી મશીન દ્વારા પાણી બહાર કાઢતા હતા ત્યારે કૂવામાંથી તેમની લાશ મળી આવી હતી. આ બંને પ્રેમીપંખીડાએ કયા કારણસર કૂવામાં પડી આત્મહત્યા કરી એ જાણવા મળ્યું ન હતું. આ ઘટના અંગે મૃતક કિશોર ગાંવિતના નાનાભાઈ મનિષ ગાંવિત દ્વારા વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *